Video/ ગાર્ડનમાં પહોંચ્યો ઝેરીલો કોબ્રા, પિટબુલે હીરો બનીને બાળકોનો જીવ બચાવ્યો
ઝાંસી – 25 સપ્ટેમ્બર : પિટબુલ નામ સાંભળતા જ તમારી આંખો સામે અનેક વાર્તાઓ તરવરવા લાગે છે. ખતરનાક જાતિના કૂતરાનો ચહેરો મનમાં ચમકવા લાગે છે. પિટબુલ જાતિના કૂતરાનું નામ સાંભળતા જ મનમાં ડર આવી જાય છે. જો કે, આ વખતે પીટુબલ વાર્તાનો હીરો છે. પિટબુલે પોતાની બહાદુરીથી માસૂમ બાળકોના જીવ બચાવ્યા છે અને આ રીતે તેને સુપરહીરોનો ખિતાબ મળ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં પિટબુલ અને કોબ્રા વચ્ચે લડાઈ જોવા મળી રહી છે.
View this post on Instagram
વાયરલ વીડિયોમાં કૂતરો વારંવાર સાપને જમીન પર ફેંકી રહ્યો છે, જ્યારે કોબ્રા પણ પોતાની ફેન ફેલાવીને પિટબુલને ડંખવાની કોશિશ કરી રહ્યો છે. પોતાના સકંજામાં ફસાવવાની કોશિશ કરી રહ્યોં છે. હવે આ ઝઘડાના અંતે, પિટબુલ જીતે છે. આ રીતે બાળકોનો જીવ બચી જાય છે. મામલો યુપીના ઝાંસીનો છે.
બાળકોએ ચીસો પાડી અને પિટબુલ આવી પહોંચ્યો.
ઝાંસીના શિવગણેશ બિહાર કોલોનીમાં કેટલાક બાળકો બગીચામાં રમી રહ્યા હતા. પછી અચાનક બધાએ બૂમો પાડવાનું શરૂ કર્યું. પિટબુલે બાળકોની ચીસો સાંભળી. તે તરત જ દોરડું તોડીને બગીચામાં પહોંચી ગયો. તેણે ઝેરી કોબ્રા જોયો. આ પછી તો બંને વચ્ચે એટલી હદે ઝઘડો થયો કે વીડિયો જોનારા લોકો વિચારમાં પડી ગયા.
લોકો આ વીડિયોને શેર કરીને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. એવું લાગે છે કે ડિસ્કવરી ચેનલ પર બે ખતરનાક જીવો વચ્ચેની રોમાંચક લડાઈ લાઈવ થઈ રહી છે. પિટબુલ વારંવાર ઝેરી સાપને મોઢામાં દબાવીને તેને મારતો હોય છે અને સાપ પણ વારંવાર તેની ફેન ફેલાવીને ઉભો રહે છે. અંતે, પિટબુલે સાપને એટલો માર્યો કે તેનો કુચો થઈ ગયો. તેણે સાપને તેના દાંત વડે ચાવ્યો અને અંતે કોબ્રા યુદ્ધ હારી ગયો અને મૃત્યુ પામ્યો. આ રીતે પિટબુલે બાળકોનો જીવ બચાવ્યો હતો. બગીચો ઘરની નજીક હતો. માલિકનું કહેવું છે કે પિટબુલે અત્યાર સુધીમાં 10 સાપ માર્યા છે.
આ પણ વાંચો : નવરાત્રીઃ અવનવી ડિઝાઈનનાં કપડાંથી ઉભરાયું બજાર, જાણો શું છે ચણિયાચોળી કેડિયાનો ભાવ?