નેશનલ

પહેલવાનો સાથે ફરીથી ઉત્પીડન થઇ રહ્યું છે- સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ જસ્ટિસ લોકૂર

Text To Speech

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ મદન બી. લોકુરે બ્રિજભૂષણ શરણ સિંહ સામે નોંધાયેલા કેસો અને વિરોધ કરી રહેલા કુસ્તીબાજો સાથે કરવામાં આવી રહેલા વ્યવહારને લઈને દિલ્હી પોલીસની ટીકા કરી છે.

‘ધ રેસલર્સ સ્ટ્રગલઃ અકાઉન્ટેબિલિટી ઑફ ઇન્સ્ટિટ્યુશન્સ’ પર પેનલ ચર્ચામાં ભાગ લેતા જસ્ટિસ લોકુરે મંગળવારે કહ્યું કે પીડિતોનું ફરીથી ઉત્પીડન થયું છે, કેમ કે પહેલવાનો હજુ પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે.

તેમને કહ્યું, આ ફરીથી ઉત્પીડનનો એક સ્પષ્ટ મામલો છે, પહેલવાનોએ કહ્યું છે કે તેઓ દબાણમાં છે.

આ પણ વાંચો- શું બ્રિજભૂષણ સિંહ માટે જાટ ફેક્ટરને નજરઅંદાજ કરશે ભાજપ?

જસ્ટિસ લોકુરે કહ્યું કે કુસ્તીબાજોને રસ્તા પર ઉતરવાની ફરજ પડી હતી કારણ કે ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામેની તેમની ફરિયાદોની અવગણના કરવામાં આવી હતી. પ્રક્રિયામાં વિલંબ કરવા બદલ તેમણે દિલ્હી પોલીસની ટીકા કરી હતી.

જસ્ટિસ લોકુરે કહ્યું કે કુસ્તી ફેડરેશન પાસે જાતીય સતામણીની ફરિયાદોનો સામનો કરવા માટે કોઈ સમિતિ નથી, જે કાયદાની વિરુદ્ધ છે.

તેમણે કહ્યું, “જ્યારે જાન્યુઆરીમાં વિરોધ શરૂ થયો ત્યારે એવું નહોતું કે તેઓએ સીધા જંતર-મંતર જવાનું નક્કી કર્યું હોય. તેઓએ ફરિયાદો કરી પરંતુ કુસ્તી મહાસંઘમાં કોઈ ફરિયાદ સમિતિ ન હતી.

ન્યાયમૂર્તિ લોકુરે વિરોધ કરી રહેલા પહેલવાનો પર ખતરાની આશંકા અંગે પણ વાત કરી હતી.

તેમણે કહ્યુ કે “અમે 28 મેના રોજ બનેલા ભયાનક દ્રશ્યો જોયા… પીડિતોને કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ગુનેગાર છે કારણ કે તેઓએ વિરોધ કર્યો છે.”

આ પણ વાંચો- બિપોરજોય વાવાઝોડાના ખતરામાં પ્રથમ વખત ભીષ્મ ક્યૂબ ફેસિલિટીનો પ્રયોગ કરાશે

 

Back to top button