ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ગુલાબી ઠંડી શરૂ, અંબાલાલ પટેલે હિમ વર્ષા વિશે કરી આગાહી

Text To Speech
  • રાજસ્થાનના ગુજરાત સાથે સંલગ્ન ભાગોમાં વરસાદ થશે
  • રાજ્યમાં સવારનું તાપમાન ગગડવાની શરૂઆત થઇ
  • 17 ઓક્ટોબરે નવરાત્રીમાં ગુજરાતમાં વરસાદ આવશે

વરસાદની વિદાય સાથે હવે શિયાળાના આગમનની રાહ જોવામાં આવી રહી છે. જ્યાં એક તરફ રાજ્યના કેટલાંક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો ક્યાંક ગુલાબી ઠંડી અનુભવ થઈ રહી છે. આવચ્ચે શિયાળાને લઇ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે.

રાજ્યમાં સવારનું તાપમાન ગગડવાની શરૂઆત થઇ

રાજ્યમાં ગુલબી ઠંડી શરૂ થતા રાજ્યમાં સવારનું તાપમાન ગગડવાની શરૂઆત થઇ છે. જેમાં મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો થયો છે. તથા ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 21.5 ડિગ્રી સાથે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 23.7 ડિગ્રી છે. જેમાં આગામી દિવસોમાં હજુ પણ તાપમાનમાં ઘટાડો થશે. ત્યારે 7 થી 10 ઓક્ટોબરમાં દેશમાં પહેલી હિમ વર્ષા થશે. જેના કારણે તાપમાન ઘટતા ગુજરાતમાં વાદળવાયું આવવાની શક્યતા રહેલી છે. આ કારણે રાજ્યના વાતાવરણમાં પણ ઠંડક આગામી દિવસોમા પ્રસરી શકે છે. જ્યારે બીજી હિમ વર્ષા 14 ઓક્ટોબર આવશે જેની સાથે 17-19 ઓક્ટોબરે ભારે હિમવર્ષા ઉત્તરીય પ્રદેશોમાં થશે. તો કારણે રાજસ્થાનના ગુજરાત સાથે સંલગ્ન ભાગોમાં વરસાદ થશે.

અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય બનીને મજબૂત થઇ શકે છે

આ ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, દક્ષિણ ચીન તરફ એક સાયક્લોન બન્યું છે જે તાઇવાનના ભાગથી બંગાળના ઉપસાગરમાં આવશે. જેના કારણે આ સિસ્ટમ ફરી બંગાળના ઉપસાગરમાં ફરી હલચલ મચાવી શકે છે. જેથી 10મી ઓક્ટોબરની આસપાસ બંગાળના ઉપસાગરમાં ફરી ચક્રવાતનું એંઘાણ છે. આ સાથે અરબ સાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. આ સિસ્ટમ 10થી 12 ઓક્ટોબરમાં ફરી અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય બનીને મજબૂત થઇ શકે છે.

17 ઓક્ટોબરે નવરાત્રીમાં ગુજરાતમાં વરસાદ આવશે

નવરાત્રીમાં ગુજરાતમાં વરસાદ અંગે પણ જણાવ્યું કે 17 ઓક્ટોબરે નવરાત્રીમાં ગુજરાતમાં વરસાદ આવશે. જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતનાં ભાગોમાં વરસાદની શક્યતા છે. 18-19 ઓક્ટોબરે ગુજરાતમાં વરસાદ રહેશે. આ પછી પણ રાજ્યમાં વધુ ઠંડીનું પ્રમાણ જોવા મળી શકે છે. આમ ઓક્ટોબરના મધ્યથી લઈ અંત સુધીમાં ઠંડીનો ચમકારો સમગ્ર રાજ્યમાં જોવા મળી શકે છે.

Back to top button