ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

IND vs AUS બીજી ટેસ્ટઃ ઑસ્ટ્રેલિયાને મોટો ઝટકો, આ ખેલાડી થયો બહાર

Text To Speech

એડિલેડ, તા.30 નવેમ્બર, 2024: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે પિંક બૉલ ટેસ્ટ 6 ડિસેમ્બરથી રમાવાની છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પાંચ મેચની શ્રેણીની આ બીજી ટેસ્ટ હશે. આ ટેસ્ટ મેચ પહેલા ઑસ્ટ્રેલિયન ટીમને મોટો ફટકો પડ્યો છે. ઑસ્ટ્રેલિયાનો સૌથી મહત્વપૂર્ણ બોલર ઈજાને કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ ઈજાના કારણે એડિલેડમાં ડે-નાઈટ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે.

ઑસ્ટ્રેલિયાના ઝડપી બોલર જોશ હેઝલવુડ ડાબા પગમાં ઇજાને કારણે 6 ડિસેમ્બરથી એડિલેડમાં ભારત સામેની પિંક બોલ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. હેઝલવુડ ઘરઆંગણે ભારત સામે પ્રથમ વખત ટેસ્ટ મેચ ગુમાવશે. હેઝલવુડની ઈજાએ ઑસ્ટ્રેલિયાના ઝડપી આક્રમણ નબળું પાડ્યું છે તેમાં કોઈ શંકા નથી.

ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ જોશ હેઝલવુડના સ્થાને બે નવા ફાસ્ટ બોલરોની પસંદગી કરી છે. બે અનકેપ્ડ બોલરો સીન એબોટ અને બ્રાન્ડન ડોગેટને ભારત સામેની બીજી ટેસ્ટ માટે કાંગારુની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. બંનેએ હજુ સુધી ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું નથી. જો કે, એબોટ નવા ખેલાડી નથી, જેમણે ઓસ્ટ્રેલિયા માટે 26 વનડે અને 20 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

આ બંને બોલરોને હેઝલવુડની જગ્યાએ તક મળવાની અપેક્ષા નથી. એડિલેડમાં હેઝલવુડની જગ્યાએ સ્કોટ બોલાન્ડને તક મળી શકે છે. બોલાન્ડે છેલ્લે જુલાઈ 2023માં ઑસ્ટ્રેલિયા માટે ટેસ્ટ રમી હતી. ભારતે પર્થમાં રમાયેલી પહેલી ટેસ્ટ 295 રનથી જીતી હતી.

આ પણ વાંચોઃ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી : ભારતની ચિંતા દૂર થઈ! ગિલે શરૂ કરી પ્રેક્ટિસ, જૂઓ વીડિયો

તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક –  https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S

Back to top button