ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમહાકુંભ 2025

મહાકુંભમાં ભાગદોડને લઈ સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ જાહેરહિતની અરજી, જાણો શું માગ છે?

Text To Speech

નવી દિલ્હી, 30 જાન્યુઆરી 2025: પ્રયાગરાજ મહાકુંભમાં મચેલી ભાગદોડને લઈને સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. તેમાં ભાગદોડને લઈને રિપોર્ટ મગાવાની માગ કરી છે. જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. આ ઉપરાંત મોટા આયોજનોને લઈને ગાઈડલાઈન જાહેર કરવાની પણ માગ કરવામાં આવી છે. મહાકુંભમાં મચેલી ભાગદોડમાં 30 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 60થી વધારે લોકો ઘાયલ થયા છે.

બીજી તરફ મહાકુંભમાં દુર્ઘટનાના કારણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે દિલ્હી જવાના હતા, તેમને ચૂંટણી પ્રચાર માટે દિલ્હી જવાનું હતું પણ હવે તેઓ દિલ્હી ચૂંટણી પ્રચારમાં જશે નહીં.

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં મંગળવાર બુધવારની રાતે થયેલી નાસભાગ અંગે મેળા અધિકારી અને ડીઆઈજી કુંભ વૈભવ કૃષ્ણાએ પત્રકાર પરિષદ યોજી હતી. દરમિયાન, ડીએમ મેલા વિજય કિરણ આનંદ અને ડીઆઈજી મેલા વૈભવ કૃષ્ણાએ શ્રદ્ધાળુઓના મૃત્યુના સત્તાવાર આંકડા જાહેર કરતા કહ્યું કે નાસભાગમાં એક ગુજરાતી યાત્રી સહિત 30 લોકોના મોત થયા છે, જેમાંથી 25 મૃતકોની ઓળખ થઈ ગઈ છે. આ દરમિયાન 36 ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ ઘટના સંદર્ભે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું હતું અને રાજ્ય સરકાર દ્વારા તપાસ સમિતિની રચના કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ઉપરાંત તેમણે મૃતકોને રૂ.25 લાખની સહાય આપવાની પણ જાહેરાત કરી છે.

આ પણ વાંચો: મહાકુંભ: પ્રયાગરાજ જતી ફ્લાઈટના ભાડા જોઈ મોદી સરકાર એક્શનમાં આવી, આ કંપનીએ તો ભાડા ઘટાડી દીધા

Back to top button