રાજસ્થાનમાં નવી સરકારના બંને નાયબ મુખ્યમંત્રી વિરુદ્ધ PIL દાખલ
- બંને નાયબ મુખ્યમંત્રીના શપથને લઈને નવો વિવાદ ઊભો થયો
- ડેપ્યુટી CMનું પદ રાજકીય અને ગેરબંધારણીય છે : ફરિયાદી વકીલ
જયપુર, 17 ડિસેમ્બર : રાજસ્થાનમાં જીત બાદ ભાજપે ભજનલાલ શર્માને મુખ્યમંત્રી અને દિયા કુમારીની સાથે પ્રેમચંદ બૈરવાને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે. શુક્રવારે ભજનલાલ શર્માએ રાજ્યના નવા સીએમ તરીકે શપથ લીધા હતા. તેમની સાથે દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ ડેપ્યુટી CM તરીકે શપથ લીધા છે, પરંતુ બંને ડેપ્યુટી CMના શપથને લઈને નવો વિવાદ ઊભો થયો છે. વાસ્તવમાં જયપુરના વકીલ ઓમ પ્રકાશ સોલંકીએ બંને નાયબ મુખ્યમંત્રીઓ વિરુદ્ધ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે. કોર્ટમાં PIL દાખલ કરનાર વકીલે કહ્યું કે, બંધારણમાં નાયબ મુખ્યમંત્રી જેવું કોઈ પદ નથી અને આ બંને નેતાઓએ આ પદ પર શપથ લીધા છે.
#WATCH | Jaipur: Advocate Om Prakash Solanki says, “I have filed a public interest litigation against Rajasthan Dy CMs Diya Kumari and Prem Chand Bairwa…there is no mention of Dy CM posts in the constitution, this is just a political post and it is unconstitutional (16/12) pic.twitter.com/rV8pQ1xVAr
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) December 16, 2023
વકીલ ઓમ પ્રકાશ સોલંકીએ કહ્યું, “મેં રાજસ્થાનના બંને ડેપ્યુટી સીએમ દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવા વિરુદ્ધ કોર્ટમાં PIL દાખલ કરી છે. બંધારણમાં નાયબ મુખ્યમંત્રી જેવું કોઈ પદ નથી. તે રાજકીય પદ છે અને તે ગેરબંધારણીય છે. “
શપથ ગ્રહણ બાદ મુખ્યમંત્રી અને ડેપ્યુટી CMએ સાંભળ્યો ચાર્જ
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે જયપુરમાં આલ્બર્ટ હોલની સામે આયોજિત શપથ ગ્રહણ કાર્યક્રમમાં રાજ્યપાલ કલરાજ મિશ્રાએ ભજનલાલ શર્માને મુખ્યમંત્રી અને દિયા કુમારી-પ્રેમચંદ બૈરવાને નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. જે બાદ સીએમ અને બંને ડેપ્યુટી સીએમે એક જ દિવસે ચાર્જ સંભાળ્યો હતો. દિયા કુમારીએ શુક્રવારે સાંજે ઔપચારિક પૂજા બાદ સચિવાલય કાર્યાલયમાં ચાર્જ સંભાળ્યો હતો.
ભજનલાલ, ગજેન્દ્ર શેખાવત સહિત અનેક નેતાઓએ ખવડાવી હતી મીઠાઈ
આ પ્રસંગે મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને અન્ય લોકોએ દિયા કુમારીને મીઠાઈ ખવડાવીને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીપી જોષી ઉપસ્થિત રહ્યા હતા. દિયા કુમારીએ પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના આશીર્વાદ પણ લીધા હતા.
રાજસ્થાનમાં ભાજપને 115 બેઠકો મળી
રાજસ્થાનની 200 વિધાનસભા બેઠકોમાંથી 199 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 115 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર 69 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. રાજ્યની કરણપુર બેઠકની ચૂંટણી કોંગ્રેસના ઉમેદવારના મૃત્યુને કારણે મોકૂફ રાખવામાં આવી હતી.
આ પણ જુઓ :સંસદમાં બનેલી ઘટના ચિંતાજનક, ઉંડાણપૂર્વક તપાસ જરૂરીઃ પીએમ મોદી