અમદાવાદમાં ગેરકાયદે લાગેલા હોર્ડીંગ્સ સામે PIL, હાઈકોર્ટે નોટિસ ફટકારી
- ઘણીવાર ગંભીર જાનહાનિ કે ઇજાના બનાવ પણ નોંધાતા હોય છે
- ભારે પવન, વાવાઝોડા કે, વરસાદ દરમ્યાન આવા બેનર કે હોર્ડીંગ્સ તૂટી પડે છે
- સ્થાનિક નાગરિકો કે વાહનચાલકોના જીવનની સુરક્ષા જોખમાય
અમદાવાદમાં ગેરકાયદે લાગેલા હોર્ડીંગ્સ સામે PIL થઇ છે. જેમાં હાઈકોર્ટે નોટિસ ફટકારી છે. ભારે પવનમાં હોર્ડીંગ્સ તૂટે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. જેમાં તમામ નિયમોનું પાલન કરાવવા હોર્ડીંગ ઉતારી લેવા માગ કરાઇ છે. હોર્ડીંગ્સ તૂટીને નીચે પડતા સ્થાનિક નાગરિકો કે વાહનચાલકોના જીવનની સુરક્ષા જોખમાય તેમ હાઈકોર્ટે જણાવ્યું છે.
આ પણ વાંચો: ભાવનગરમાં બે ભાઈઓ પર ફાયરિંગ, એક ભાઈનું મૃત્યુ, એક ઘાયલ
ભારે પવન, વાવાઝોડા કે, વરસાદ દરમ્યાન આવા બેનર કે હોર્ડીંગ્સ તૂટી પડે છે
અમદાવાદ શહેરમાં આડેધડ લાગેલા ગેરકાયદે હોર્ડીંગ્સ અને વિશાળ બેનરોને ચોમાસાની ઋતુ દરમ્યાન ભારે પવન, વાવાઝોડા કે, વરસાદ દરમ્યાન આવા બેનર કે હોર્ડીંગ્સ તૂટી પડે છે. તો લોકોના જાન-માલને નુકસાન અને મોટી દુર્ઘટનાની દહેશત વ્યકત કરતી જાહેરહિતની રિટ અરજીની સુનાવણી બાદ હાઈકોર્ટની ખંડપીઠે રાજય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના સંબંધિત સત્તાવાળાઓને નોટિસ જારી કરી છે અને આ સમગ્ર મામલે સત્તાવાળાઓનો જવાબ માંગ્યો છે.
ઘણીવાર ગંભીર જાનહાનિ કે ઇજાના બનાવ પણ નોંધાતા હોય છે
હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, શહેરના વિવિધ વિસ્તારમાં અ.મ્યુકો અને સત્તાવાળાઓની મળેલી મંજૂરીથી વિપરીત અને નિયમોનો ભંગ કરીને આડેધડે અનેક હોર્ડીંગ્સ અને વિશાળ બેનરો લગાવી દેવાયા છે, જેના કારણે આવા હોર્ડીંગ્સ અને બેનરો કે ફ્લેક્સ બેનરો નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે જોખમી બની રહ્યા છે. ખાસ કરીને હવે ચોમાસાની ઋતુ દરમ્યાન ભારે પવન, આંધી કે વાવાઝોડા-તોફન વખતે આવા મસમોટા હોર્ડીંગ્સ કે વિશાળ બેનરો તૂટીને નીચે પડતા હોય છે ત્યારે સ્થાનિક નાગરિકો કે વાહનચાલકોના જીવનની સુરક્ષા જોખમાય છે અને ઘણીવાર ગંભીર જાનહાનિ કે ઇજાના બનાવ પણ નોંધાતા હોય છે ત્યારે ચોમાસામાં નાગિરકોના જીવ જોખમમાં મૂકાય તે પહેલાં હાઇકોર્ટે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ AMC સહિતના સત્તાવાળાઓને જ આદેશો જારી કરવા જોઇએ.