ટ્રેન્ડિંગફોટો સ્ટોરી

ચર્ચિત IAS ટિના ડાબીએ કર્યા બીજા લગ્ન, સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ તસવીરો

Text To Speech
સૌજન્યઃ સો.મીડિયા

રાજસ્થાનના ચર્ચિત IAS ઓફિસર ટીના ડાબી અને ડૉ. પ્રદીપ ગાવંડેના લગ્નની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બંનેએ 20 એપ્રિલે ડૉ. ભીમરાવ આંબેડકરની તસવીરની સાક્ષીએ સાદા સમારંભમાં લગ્ન કર્યા. જે બાદ 22 એપ્રિલે જયપુરની આલીશાન હોટેલમાં રિસેપ્શન આપવામાં આવ્યું હતું. લગ્ન અને રિસેપ્શનની તસવીરો હવે સામે આવી છે.

સૌજન્યઃસો.મીડિયા

20 એપ્રિલના રોજ થયા હતા લગ્ન
ટીના ડાબી અને પ્રદીપ ગાવંડેના લગ્ન 20 એપ્રિલના રોજ થયા હતા અને તેમાં બહુ ઓછા લોકોએ હાજરી આપી હતી. આની માત્ર એક જ તસવીર સામે આવી છે, જેમાં ડો.આંબેડકરની તસવીર સામે કપલ ઉભું છે. આ તસવીરમાં બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. બંનેએ સફેદ કપડા પહેર્યા હતા.

સૌજન્યઃસો.મીડિયા

ટીના ડાબી અને પ્રદીપ ગાવંડેએ 22મી એપ્રિલે તેમના સંબંધીઓ અને મિત્રો માટે રિસેપ્શનનું આયોજન કર્યું હતું. સોશિયલ મીડિયા પર માત્ર કેટલાક મહેમાનોએ લગ્નની તસવીરો પોસ્ટ કરી હતી, જેના કારણે તે સામે આવ્યું છે. રિસેપ્શનમાં મુખ્ય સચિવ ઉષા શર્મા, સીએમના મુખ્ય સચિવ કુલદીપ રાંકા, સીએમના સલાહકાર નિરંજન આર્ય, મુખ્ય સચિવ અખિલ અરોરા, સીએમના સચિવ આરતી ડોગરા, સીએમના સચિવ ગૌરવ ગોયલ, જયપુરના કલેક્ટર રાજન વિશાલ, આઈએએસ અધિકારીઓ ઓમપ્રકાશ કસેરા, ભવાની સિંહ દેથા, ચિત્તોડગઢના કલેક્ટર અરવિંદ પોસવાલ, ભરતપુરના કલેક્ટર આલોક રંજન, જયપુરના કમિશનર આલોક શ્રીવાસ્તવ, એડીજી ગોવિંદ ગુપ્તા હાજરી આપવા પહોંચ્યા હતા.

તસવીરઃસો.મીડિયા

કોણ છે ટીના ડાબી અને પ્રદીપ ગાવંડે ?
ટીના ડાબી 2016 બેચના રાજસ્થાન કેડરના અધિકારી છે જ્યારે પ્રદીપ ગાવંડે 2013 બેચના અધિકારી છે. ટીના જોઈન્ટ ફાયનાન્સ (ટેક્સ) સેક્રેટરી છે, જ્યારે ડૉ. ગાવંડે પુરાતત્વ અને સંગ્રહાલયના નિયામક છે. 29 વર્ષની ટીના ડાબીના આ બીજા લગ્ન છે, જ્યારે પ્રદીપ ગાવંડેના પ્રથમ લગ્ન છે. ટીનાના પહેલા લગ્ન કાશ્મીરના IAS ઓફિસર અતહર અમીર ઉલ શફી ખાન સાથે થયા હતા. પરંતુ તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. જયપુરની ફેમિલી કોર્ટ દ્વારા ઓગસ્ટ 2021માં બંનેના છૂટાછેડા થયા હતા. બંનેએ UPSC પરીક્ષામાં ટોપ કર્યું હતું અને લગ્ન કરી લીધા હતા, આ કપલ રાતોરાત હિટ બની ગયું હતું.

Back to top button