ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

PIB Fact Check: શું PM મોદી 3 મહિનાનું રિચાર્જ ફ્રી આપી રહ્યા છે? જાણો હકીકત

Text To Speech

નવી દિલ્હી, તા. 4 ઓક્ટોબરઃ સોશિયલ મીડિયા પર અવાર નવાર કેટલાક મેસેજ, વીડિયો વાયરલ થતાં હોય છે, જેમાંથી કેટલાક ભ્રામક હોય છે. હાલ વોટ્સએપ પર આવો જ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પીએમ મોદી 3 મહિનાનું રિચાર્જ ફ્રી આપી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે આ દાવો ખોટો છે.

વાયરલ વોટ્સએપ મેસેજમાં શું લખવામાં આવ્યું છે

પીઆઈબી આવા મેસેજને લઈ સમયાંતરે લોકોને એલર્ટ કરતું રહે છે. પીઆઈબીએ સોશિયલ મીડિયા એક્સ પર આ પોસ્ટને ફેક ગણાવી છે. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, આ દાવો ફેક છે અને હાલ સરકાર આવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી.

પીઆઈબી ફેક્ટ ચેક ટીમે પોસ્ટ કરેલી તસવીર મુજબ, વોટ્સએપ મેસેજ સરકારની આ યોજનાનો એક હિસ્સાના રૂપમાં 3 મહિનાનું ફ્રી મોબાઇલ રિચાર્જ આપી રહી છે. આ મેસેજ સાથે એક લિંક પણ આપવામાં આવી છે. આ લિંક યુઝર્સને કોઈ સ્પેમ વેબસાઇટ પર લઇ જઇ શકે છે અને તેનો ડેટા લિક થઈ શકે છે. જો તમને પણ આવો કોઇ વોટ્સએપ મળ્યો હોય તો કોઈને ફોરવર્ડ કરવાની ભૂલ ન કરો.

પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી [email protected] પર મેઈલ કરી શકો છો.

આ પણ વાંચોઃ સોમનાથ ડિમોલેશન કેસમાં યથાવત્ સ્થિતિ જાળવી રાખવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, 16 ઑક્ટોબરે સુનાવણી

Back to top button