સ્કૂટી ખરીદવા કેન્દ્ર સરકાર રૂ.65,000ની સહાય આપશે? આ છે વાયરલ દાવાની હકીકત
નવી દિલ્હી, તા.12 ડિસેમ્બર, 2024: સોશિયલ મીડિયા પર અવાર નવાર કેટલાક મેસેજ, વીડિયો વાયરલ થતાં હોય છે, જેમાંથી કેટલાક ભ્રામક હોય છે. હાલ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેન્દ્ર સરકાર ફ્રી સ્કૂટી સ્કીમ હેઠળ છોકરીઓની સ્કૂટી ખરીદવા રૂ. 65,000 આપી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે આ દાવો ખોટો છે.
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)એ યુટ્યુબ ચેનલ sarkari suchnaa ના વીડિયોને ભ્રામક ગણાવ્યો છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર ‘ફ્રી સ્કૂટી સ્કીમ’ હેઠળ છોકરીઓને સ્કૂટી ખરીદવા માટે 65,000 રૂપિયાની રકમ આપી રહી છે. PIBએ સ્પષ્ટ કર્યું કે કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી. આ દાવો સંપૂર્ણપણે ખોટો અને પાયાવિહોણો છે. પીઆઈબીએ લોકોને આવી ભ્રામક માહિતી પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી છે.
दावा: फ्री स्कूटी योजना के तहत केंद्र सरकार द्वारा बालिकाओं को स्कूटी खरीदने हेतु ₹65,000 की धनराशि दी जाएगी। #PIBFactcheck
✅#Youtube चैनल “sarkarisuchnaa” के वीडियो थंबनेल का यह दावा फर्जी है
✅ केन्द्रीय योजनाओं की सही जानकारी हेतु https://t.co/epqP8K2AIQ से जुड़ें pic.twitter.com/n1x0X6fPwh
— PIB Fact Check (@PIBFactCheck) December 11, 2024
યુટ્યુબ ચેનલ @sarkarisuchnaએ ચાર અઠવાડિયા પહેલા કેપ્શન સાથે એક વીડિયો પોસ્ટ કર્યો હતો, “પીએમ મોદીએ એક મોટી સરપ્રાઈઝ આપી છે. દરેકને મફતમાં સ્કૂટી મળશે! નિઃશુલ્ક સ્કૂટી યોજના 2024 ઓનલાઇન અરજી કરો 4 મિનિટ અને 13 સેકન્ડનો આ વીડિયો 546 લોકોએ જોયો છે. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે છોકરીઓને કેન્દ્ર સરકાર દ્વારા “ફ્રી સ્કૂટી સ્કીમ” હેઠળ સ્કૂટી ખરીદવા માટે 65,000 રૂપિયાની રકમ આપવામાં આવી રહી છે. પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વીડિયોની તપાસ કર્યા બાદ દાવો સંપૂર્ણપણે ખોટો હોવાનું જણાવ્યું હતું. યોગ્ય તપાસ વગર ખોટા સમાચારોમાં વિશ્વાસ ન કરો.
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી [email protected] પર મેઈલ કરી શકો છો.
આ પણ વાંચોઃ VIDEO: હાથરસ પહોંચ્યા રાહુલ ગાંધી, પીડિત પરિવાર સાથે કરી મુલાકાત