સરકાર મહિલાઓને ફ્રીમાં આપી રહી છે વોશિંગ મશીન? જાણો શું છે સત્ય
નવી દિલ્હી, તા. 7 ઓક્ટોબરઃ સોશિયલ મીડિયા પર અવાર નવાર કેટલાક મેસેજ, વીડિયો વાયરલ થતાં હોય છે, જેમાંથી કેટલાક ભ્રામક હોય છે. હાલ એક યુ ટ્યૂબ ચેનલનો આવો જ એક થમ્બનેલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સરકાર દ્વારા મહિલાઓને ફ્રીમાં વોશિંગ મશીન આપવામાં આવતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેક ટીમે આ દાવાનો બોગસ ગણાવ્યો છે.
શું છે વાયરલ મેસેજ
સોશિયલ મીડિયા પર ચેનલ જ્ઞાનમંદિર ઓફિશિયલનો એક થમ્બનેલ વાયરલ થયો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર ‘ફ્રી વોશિંગ મશીન યોજના’ અંતર્ગત મહિલાઓને ફ્રીમાં વોશિંગ મશીન આપી રહી છે.
આ થમ્બનેલને લઈ પીઆઈબીની ફેક્ટ ચેક ટીમે કહ્યું, આ દાવો ફેક છે. આવા ફેક ન્યૂઝ ફેલાવતી યુ ટ્યૂબ ચેનલથી સાવધાન રહો. જો તમને પણ આવો કોઈ મેસેજ મળ્યો હોય તો આગળ શેર ન કરો.
The video thumbnail of the YouTube Channel “gyanmandirofficials” claims that Central Govt. will distribute free washing machines to all females under the “Free Washing Machine Yojana”.#PIBFactCheck
✅This claim is #fake
✅Beware of YouTube channels spreading fake news! pic.twitter.com/yenOmx6vHY
— PIB Fact Check (@PIBFactCheck) October 4, 2024
ખબર સાચી છે કે ખોટી જાણવા અહીં કરો સંપર્ક
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી [email protected] પર મેઈલ કરી શકો છો.
આ પણ વાંચોઃ શું PM મોદી 3 મહિનાનું રિચાર્જ ફ્રી આપી રહ્યા છે? જાણો હકીકત