અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાતવર્લ્ડ કપ

ઓસ્ટ્રેલિયાના કેપ્ટનનું ટ્રોફી સાથે સાબરમતી નદીમાં રિવર ક્રૂઝ ઉપર ફોટોશૂટ

Text To Speech
  • ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે રિવર ક્રૂઝ પર વર્લ્ડ કપમાં જીતની કરી ઉજવણી
  • રિવર ક્રૂઝ પર પેટ કમિન્સે ગુજરાતી વાનગીઓનો સ્વાદ માણ્યો

વર્લ્ડ કપ 2023 : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયા દ્વારા વર્લ્ડ કપની ટ્રોફી જીત્યા બાદ ટીમના કેપ્ટન પેટ કમિન્સ આજે સોમવારે વર્લ્ડ કપ ટ્રોફી સાથે ફોટો શૂટ કરાવવા માટે સાબરમતી નદીના રિવરફ્રન્ટ અને અટલ ફૂટ ઓવરબ્રિજ ખાતે પહોંચ્યો હતો. જ્યાં રિવર ક્રૂઝ પર બેસીને પેટ કમિન્સે વર્લ્ડ કપની ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવીને ગુજરાતી વાનગીઓનો સ્વાદ માણ્યો હતો.

પેટ કમિન્સે જીતની કેવી રીતે કરી ઉજવણી ?

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ રિવરફ્રન્ટની મુલાકાતે પહોંચ્યા હતા. આ સાથે તેઓએ રિવરફ્રન્ટ ક્રુઝમાં ટ્રોફી સાથે ફોટો શૂટ કરાવ્યું હતું. આ સાથે ટીમના કેપ્ટને રિવર ક્રૂઝ ગુજરાતી વાનગીઓનો ટેસ્ટ પણ માણ્યો હતો. જેમાં ખમણ અને ઢોકળા પણ સામેલ હતા. કેપ્ટને ખમણ અને ઢોકળા હાથમાં લઈ અને તેઓએ ‘નાઈસ ટેસ્ટ’ તેવું કહ્યું હતું.

કેપ્ટન પેટ કમિન્સની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે અમદાવાદ, ગુજરાતમાં સાબરમતી રિવર ક્રુઝ લઈને તેમના ICC વર્લ્ડ કપ 2023ની જીતની ઉજવણી કરી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારતીય ક્રિકેટ ટીમ સામેની તેમની જીત પછી, ટીમે સુંદર બોટ રાઇડનો આનંદ માણ્યો, જેમાં કમિન્સે ICC વર્લ્ડ કપ ટ્રોફી સાથે ગર્વથી પોઝ આપ્યો. રિવર ક્રૂઝે ઑસ્ટ્રેલિયન ખેલાડીઓને તેમની સફળતાની આનંદદાયક ક્ષણોને કૅપ્ચર કરીને મેચ પછીની આરામની ઉજવણી પૂરી પાડી હતી.

રિવર ક્રૂઝ પરથી સાબરમતી નદી અને અટલ ફૂટ ઓવરબ્રિજના નજારો જોતા જ પેટ કમિન્સ બોલી ઉઠ્યા હતા “વન્ડરફૂલ પ્લેસ”. ઉલ્લેખનીય છે કે, સિડનીમાં પણ હાર્બર બ્રિજ છે, ત્યારે અટલ બ્રિજ જોતા તેને સિડનીની યાદ આવી ગઈ હોય તેવું બની શકે.

આ પણ જુઓ :વર્લ્ડકપમાં કરોડો ભારતીયોનું સપનું રોળાયું, ભારતની હાર, ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત બન્યું ચેમ્પિયન

Back to top button