બનાસકાંઠા: ડીસામાં યોજાયેલી ચેસ સ્પર્ધામાં 35 સ્પર્ધકો એ ભાગ લીધો


પાલનપુર: સાંઈબાબા સ્પોર્ટ્સ ક્લબ ખાતે ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ડીસા, દાંતીવાડા, પાલનપુર, વિસનગર, મહેસાણા ના ૩૫ ખેલાડીઓ વચ્ચે બુધ્ધિ બળની રસપ્રદ રમત રમાયી હતી. જેમાં નાનાં બાળકોના વિભાગમાં પ્રથમ ધ્યાનીશ ચૌધરી બીજા મહર્ષ ચૌધરી, ત્રીજા શૌનક પટેલ, ચોથા અભિરાજ માળી અને પાંચમા નંબરે પ્રિયજ રાવલ આવ્યા હતા. મોટા બાળકોના વિભાગમાં પ્રથમ પાશ્ર્વ નાદ્ગે બીજા વેદાંત ગાંધી, ત્રીજા કશ્યપ ભીમાણી ચોથા રુદ્ર હાલાણી અને પાંચમા ભાર્ગવ જોષી આવ્યા હતાં.
ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યના કર્મચારીઓની તાજેતરમાં યોજાયેલી ચેસની ટુર્નામેન્ટમાં રાજ્યમાં બીજા નંબરે આવેલા શ્રીમતી કાજલબેન જોષી ઉપસ્થિત રહ્યા હતા.તેમનુ અને વિજેતા બાળકોનું ટ્રોફી આપીને ક્લબના સતિષભાઈ વોરા અને અન્ય હોદ્દેદારો રાકેશભાઈ, યશપાલભાઈ, જગદીશભાઈ, સુભાષભાઈ અને અનિલભાઈ એ સન્માન કર્યું હતું. ટુર્નામેન્ટને સફળ બનાવવામાં રાજેશભાઈ, આકાશભાઈ, અને મનોજભાઈ એ મહેનત કરી હતી.
આ પણ વાંચો : ટાઈટેનિકને પણ ટક્કર આપનારી ક્રુઝ જાન્યુઆરીમાં થશે લોન્ચ , જાણો શું છે તેની વિશેષતા