ટ્રેન્ડિંગફોટો સ્ટોરીમનોરંજન
Photos : દિવ્યા ખોસલા કુમારે બ્લેક સાડીમાં મચાવી ધૂમ
મુંબઈ 16 જાન્યુઆરી 2024: દિવ્યા ખોસલા કુમારએ ટી સિરીઝના મેનેજિંગ ડાયરેક્ટર ભૂષણ કુમારની પત્ની છે. જે હાલમાં આયરા ખાન અને નુપુર શિખરેના રિસેપ્શનમાં બ્લેક કલરની સાડીમાં જોવા મળી હતી. દિવ્યા ખોસલા કુમારે આ ફોટા તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતાં જેમાં બ્લેક સાડીમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી. તેણે સાડી સાથે અનોખી સ્ટાઈલનું બ્લાઉઝ પહેર્યું હતું. તેમજ સાડીની બોર્ડર પર કરવામાં આવેલ વર્ક ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું. ચાહકો આ લુકને પસંદ કરી રહ્યા છે અને તેમાં લાઇક અને કોમેન્ટ પણ કરી રહ્યા છે. દિવ્યા ખોસલાના બેક લેસ લુકનાં ફોટાએ લોકોનું ધ્યાન ખેચ્યું હતું. અભિનેત્રીની આ તસ્વીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહી છે. દિવ્યા ખોસલા કુમારના ઈન્સ્ટાગ્રામ પર 6.7 મિલિયન ફોલઓર છે.
આ પણ વાંચો : ફિલ્મફેર એવોર્ડ 2024 નોમિનેશન્સઃ એનિમલને મળ્યા સૌથી વધુ નામાંકન