ફોટો સ્ટોરીઃ પાટણમાં હેલ્મેટ વિતરણ


- પાટણ આરટીઓ કચેરી દ્વારા જરૂરિયાતમંદ લોકોને હેલ્મેટનું વિતરણ કરાયું
પાટણ, 17 જાન્યુઆરી, 2024:
રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનાની ઉજવણી હાલમાં પાટણ આરટીઓ કચેરી દ્વારા કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત લોકોને રોડ સેફ્ટી અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. તા.15.01.2024 થી તા.14.02.2024 સુધી જિલ્લામાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે.

આ સંદર્ભમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિના અંતર્ગત લોકોને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતુ. તેમજ હેલ્મેટ પહેરવાના ફાયદા જણાવીને લોકોને નિયમિત હેલ્મેટ પહેરવા અંગે આહવાન કરવામાં આવ્યું હતુ. એક મહિના સુધી ચાલતી આ ઉજવણીમાં દરરોજ વિવિધ કાર્યક્રમો કરીને લોકોને રોડ સેફ્ટી અંગે જાગૃત કરવામાં આવશે.

ખાસ નોંધપાત્ર બાબત એ છે કે પાટણ પોલીસે સામાન્ય લોકોને તેમની ભાષામાં સમજ આવે એ માટે કાર્યક્રમના બૅનર ઉપર અંગ્રેજી ભાષામાં પુષ્પા આઈ હેટ સ્પિડિંગ પણ લખ્યું હતું.
આ પણ વાંચોઃ પૂરીમાં શ્રી જગન્નાથ મંદિર ફરતે હેરિટેજ કોરિડોરનું CMના હસ્તે ઉદ્દઘાટન