મનોરંજન

મલાઈકા સાથે ફોટો પડાવવો પુરુષને ભારે પડ્યો, જુઓ વીડિયો

Text To Speech

ઘણીવાર ચાહકો એરપોર્ટ, શેરીઓ અથવા શોપિંગ મોલમાં તેમની મનપસંદ સેલિબ્રિટીને જોઈને ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે. પરંતુ ફેંસ અને સેલિબ્રેટી વચ્ચે હંમેશા કમ્ફર્ટ લાઈન હોવી જોઈએ, જે ક્યારેક અતિશય ઉત્સાહી ફોલોવર્સ ભૂલી જતા હોય છે. આવી જ એક ઘટનામાં, ગઈકાલે મુંબઈ એરપોર્ટ પર મલાઈકા અરોરા સાથે થઈ બની હતી. જેમાં મલાઈકાની તસવીરો માટે ઘણા ચાહકો ઉમટી પડ્યા હતા. ત્યારે કેટલાક ચાહકો તેની વધુ નજીક આવી જતા તે અકમ્ફર્ટેબલ થઈ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

હવે ઇન્ટરનેટ પર વાયરલ થયેલા એક વીડિયોમાં, મલાઈકા બ્લેક લેધર જેકેટ, જીન્સ અને ક્રોપ ટોપ પહેરીને એરપોર્ટની બહાર નીકળતી જોઈ શકાય છે. આ બધાની વચ્ચે, એક મેલ ફેન્સ મલાઈકાની સાથે ફોટો પડાવે છે. પરંતુ આના પર મલાઈકા નારાજ થઈ જાય છે કારણ કે તે વ્યક્તિ અભિનેત્રીની ખૂબ નજીક આવી ગયો હતો. ત્યારે મલાઈકા આ ફેન્સને ‘આરામ સે’ કહેતી સાંભળી શકાય છે.

આ પહેલીવાર નથી કે આવી ઘટના સામે આવી હોય. આ વર્ષની શરૂઆતમાં, એક મહિલા ચાહકે રણબીરનો ચહેરો પકડી લીધો હતો જ્યારે તે ચાહકો સાથે સેલ્ફી ક્લિક કરી રહ્યો હતો અને એક મહિલા ચાહકે તેની સાથે ફોટો ક્લિક કર્યા પછી આદિત્ય રોય કપૂરને ચુંબન કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.

જો વાત કરીએ મલાઈકાની પર્સનલ લાઈફ વિશે તો તે અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંને ઘણીવાર શહેરમાં સાથે ફરતા જોવા મળે છે. તો ક્યારેક વેકેશન માટે કોઈ વિદેશ ટ્રીપ પર જતા જોવા મળે છે. તેમના ચાહકો સ્ટાર્સ વિશે વધુ જાણવાનું પસંદ કરે છે અને તાજેતરમાં મલ્લાએ તેના શો ‘મૂવિંગ ઇન વિથ મલાઈકા’માં એક યંગર મેનને ડેટ કરવાની વાત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Arjun Kapoor (@arjunkapoor)

તાજેતરમાં જ અર્જુન કપૂર અને મલાઈકા અરોરાએ સાથે મળીને વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કર્યો હતો. બોયફ્રેન્ડ અર્જુને સોશિયલ મીડિયા તેની લેડી લવ સાથેની રોમેન્ટીક અનસીન તસ્વીર શેર કરી હતી.

મલાઈકા દિવા યોગ કેન્દ્રના નામથી યોગ સ્ટુડિયો ચલાવે છે અને ઘણીવાર લોકોને શરીર, મન અને આત્માને સંતુલિત રાખવા માટે યોગ કરવા અથવા જીમમાં જવાની સલાહ આપે છે.

Back to top button