ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

CJI ચંદ્રચૂડની કારનો ફોટો વાયરલ, નંબર પ્લેટ જોઈને ઉદ્યોગપતિએ કહ્યું…

Text To Speech

નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી: દેશના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની કારની નંબર પ્લેટની તસવીર  સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કારનો ફોટો બિઝનેસ એક્ઝિક્યુટિવ લોયડ મેથિયાસે X પર પોસ્ટ કર્યો છે. તેમની નંબર પ્લેટ પર DL1 CJI 0001 લખેલું છે. આ અનોખી નંબર પ્લેટ જોઈને ઇન્ટરનેટ યુઝર્સ આશ્ચર્યચક્તિ બન્યા છે. CJIની મર્સિડિઝ કારનો નંબર વાયરલ થતાં સોશિયલ મીડિયા પર યુઝર્સની કોમેન્ટ્સનું ઘોડાપૂર આવ્યું છે.

બિઝનેસમેન મેથિયાસે ફોટો અપલોડ કર્યો

કારના ફોટાની સાથે ઉદ્યોગપતિ મેથિયાસે લખ્યું કે, ગઈકાલે હું દિલ્હીમાં એક પ્રાઇવેટ પાર્ટીમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચૂડને મળ્યો. પાર્ટીમાંથી બહાર નીકળતી વખતે મારું ધ્યાન તેમની કારની લાઇસન્સ પ્લેટ નંબર – DL1 CJI 0001 પર ગયું. બહુ જ જબરદસ્ત છે આ. મને આશ્ચર્ય છે કે મુખ્ય ચૂંટણી કમિશનરની કારની નંબર પ્લેટ શું હોઈ શકે- DL1 CEC 0001? નોંધનીય છે કે, લોયડ મેથિયાસ એક એન્જલ ઇન્વેસ્ટર અને બિઝનેસ રણનીતિકાર છે

CJIની કાર સુપ્રીમ કોર્ટ ઑફ ઇન્ડિયાના નામે રજીસ્ટર્ડ

આ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની મર્સિડીઝ E 350Dનો મૉડલ નંબર ખૂબ જ અનોખો છે. આ નંબર પ્લેટ પર CJI લખેલું છે. ચંદ્રચૂડ પોતે ભારતના CJI છે તેથી તેમની કારનો નંબર પણ તેમના વ્યવસાય સાથે મેળ ખાય છે. જોકે એક મીડિયા રિપોર્ટ મુજબ, આ કાર સુપ્રીમ કોર્ટ ઑફ ઇન્ડિયાના નામે રજીસ્ટર્ડ છે. એટલે કે, આ કાર જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની પ્રાઇવેટ કાર નથી. મર્સિડીઝ-બેન્ઝની E-Class E 350d AMG લાઈન આ કંપનીની E-Class લાઇન-અપનું ટોચ મૉડલ છે. તેની કિંમત 88 લાખ છે. E 350d AMG લાઈન ઓટોમેટિક (TC) ટ્રાન્સમિશનમાં પણ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: વીડિયો: પ્લેનને ફેરવ્યું લક્ઝરી વિલામાં, આ અંગે આનંદ મહિન્દ્રાએ પણ આપી પ્રતિક્રિયા

Back to top button