કેટરિનાના ફેન્સ માટે ‘ફોન ભૂત’ ! પોસ્ટર રિલીઝ


કેટરિના કૈફ, સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટરની ફિલ્મ ‘ફોન ભૂત’ની જાહેરાતને ઘણો સમય વીતી ગયો છે. ફેન્સ આ ફિલ્મના અપડેટ્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એક દિવસ પહેલા જ જ્યાં કેટરિના કૈફે ફિલ્મનું ટીઝર પોસ્ટર શેર કરીને ચાહકોની ઉત્સુકતા વધારી હતી, ત્યારે હવે અભિનેત્રીએ ફિલ્મનું ફની પોસ્ટર શેર કરીને ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી છે.
‘ફોન ભૂત’નું પોસ્ટર ચાહકોને ખૂબ જ રસપ્રદ લાગી રહ્યું છે. આ ફિલ્મ 7 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. પહેલીવાર કેટરીના કૈફ અને સિદ્ધાંત ચતુર્વેદીની કેમેસ્ટ્રી ફિલ્મમાં જોવા મળશે. દર્શકો પણ આ ફ્રેશ કપલને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.
કેટરિના કૈફે ફિલ્મનું ફની પોસ્ટર શેર કર્યું
એક્સેલ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું નિર્દેશન ગુરમીત સિંહે કર્યું છે. રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરે આ ફિલ્મનું નિર્માણ કર્યું છે. ફિલ્મનું શૂટિંગ વર્ષ 2020માં કેટરીના કૈફ, સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટરે પૂર્ણ કર્યું હતું.
તમને જણાવી દઈએ કે કેટરીના કૈફે હાલમાં જ તેની આગામી ફિલ્મ ‘ટાઈગર 3’નું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મમાં તેની સલમાન ખાન સાથેની કેમેસ્ટ્રી જોવા મળશે. આ સિવાય તે ફિલ્મ ‘મેરી ક્રિસમસ’માં પણ જોવા મળશે.