કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ ચોરી કરનાર પર PGVCLની લાંલ આંખ, ડ્રોન કેમેરા ગોઠવી લોકોને ઝડપ્યા

Text To Speech

સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ ચોરી કરવા વાળા પર PGVCLએ લાંલ આંખ કરી છે. લોકો વીજ ચોરી કરવા માટે નવા નવા પેતરા અજમાવતા હોય છે, જેથી તેમણે લાઇટબીલ ન ભરવું પડે તો આવા લોકોને પકડવા માટે હવે PGVCLએક નવતર પ્રયોગ હાથ ધર્યો છે.

વીજ ચોરી પકડવા PGVCLની નવતર પહેલ

સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં વધી રહેલી વીજ ચોરી અટકાવવ માટે PGVCLએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. PGVCL હવે ડ્રોનથી વીજ ચોરી કરવા વાળા લોકો પર બાજ નજર રાખી રહી છે. અને તેમાં ઘણી સફળતા પણ મળી છે. છેલ્લા કેટલાક મહિનામાં PGVCLએ આ પદ્ધતિથી કરોડોની વીજ ચોરી ઝડપી પાડી છે. ત્યારે અન્ય વીજ ચોરી કરનારા લોકોમાં પણ હવે ફફડાટ જોવા મળી રહ્યો છે.

વીજ ચોરી-humdekhengenews

 

8 મહિનામાં 131 કરોડની વીજચોરી ઝડપાઈ

આ મામલે PGVCLઅધિકારીના જણાવ્યા અનુસાર આ પદ્ધતિથી સૌરાષ્ટ્રમાંથી છેલ્લા આઠ મહિનામાં 131 કરોડની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે. જેમાંથી 21 ટકા વીજ ચોરી માત્ર રાજકોટ શહેર તેમજ રાજકોટ જિલ્લામાંથી ઝડપાઈ હોવાનું બહાર આવ્યું છે. અને જો દંડની વાત કરવામાં આવે તો છેલ્લા આઠ મહિનામાં રાજકોટ શહેર અને જિલ્લામાં વીજ ચોરી કરનારાઓને રૂ. 27.48 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ડ્રોન કેમેરા રેકોર્ડિંગ પુરાવા તરીકે રજૂ કરાશે

PGVCLને આ પ્રયોગથી સારી સફળતા મળતા હવે આ પ્રયોગ દ્વારા વધુ સઘન ચેકિંગ કરવામાં આવશે. અને આ ડ્રોન કેમેરા રેકોર્ડિંગ પુરાવા તરીકે વીજ ચોરી માટે કેસ મજબૂત કરવામાં આવશે. આસાથે જ જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જેથી વીજ ચોરી કરનારા લોકોમાં હવે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

આ પણ વાંચો :1971ના યુદ્ધમાં લોંગેવાલાના હીરો ભૈરોન સિંહ રાઠોડનું નિધન, PM મોદીએ કરી શ્રદ્ધાંજલિ અર્પણ

Back to top button