ગુજરાતટ્રેન્ડિંગ

સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં PGVCLની ટીમના દરોડા

Text To Speech
  • 18 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી
  • વીજ કર્મચારીઓ દ્વારા 450 કનેક્શન ચેક કરવામાં આવ્યા
  • જામનગર જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં PGVCL દ્વારા વીજ ચોરી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગીર-સોમનાથ અને જામનગર જિલ્લામાં PGVCLની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

વીજ કર્મચારીઓ દ્વારા 450 કનેક્શન ચેક કરવામાં આવ્યા

સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં PGVCL દ્વારા કાર્યવાહી કરતા લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ હતી. પીજીવીસીએલની ટીમ દ્વારા ગીર-સોમનાથના દામલી, દેવળી સીંધાજ, કડોદરા ગામમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વીજ કર્મચારીઓ દ્વારા 450 કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જેમાં 18 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી.

જામનગર જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

જામનગર જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના લખાબાવળ, સરમત, કલ્યાણપુર સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પીજીવીસીએલની 36 ટીમે 337 વીજ કનેક્શનમાં તપાસ કરી હતી. જેમાંથી 74 વીજ જોડાણમાં ગેરરીતિ ઝડપાઈ હતી. તેઓને 59.65 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં ડ્રગ્સના ઓવરડોઝના લીધે 18 વર્ષના યુવાનનું મૃત્યુ

Back to top button