રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLની કાર્યવાહી, છેલ્લાં સાત દિવસથી ટીમ બનાવી ચેકિંગ
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા સાત દિવસથી PGVCLની કાર્યવાહી ચાલી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાન,ચોટીલા, વઢવાણ અને સાયલા સહિતના વિસ્તારોમાં 30થી વધુ ટીમ દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તો કચ્છના ગાંધીધામ,રામબાગ અને આદિપુર વિસ્તારમાં ૨૮ ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આજે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં 34 ટીમો દ્વારા જસદણ અને વીંછિયા વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરાઈ છે.
5 દિવસ પહેલાં થયેલી કાર્યવાહીમાં 10થી વધુ વિસ્તારોમાં વીજચોરી પકડાઈ હતી
રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં 5 દિવસ પહેલાં પણ વહેલી સવારથી વીજચોરી ઝડપી લેવા માટે PGVCLની અલગ અલગ 96 ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરાયું હતું. કોર્પોરેટ ઓફિસની સૂચના બાદ સવારે 8 વાગ્યાથી રાજકોટ, બોટાદ અને કચ્છ ડિવિઝનમાં PGVCL દ્વારા કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ શહેરના જીવંતિકાનગર, ભારતીનગર, ગોવિંદનગર, મોટી ટાંકી ચોક સહીત વિસ્તારોમાં PGVCL દ્વારા કોર્પોરેટ ચેકીંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ શહેર 2 ડિવિઝન હેઠળ કોર્પોરેટ ચેકીંગ આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં 37 ટીમો દ્વારા ધરાયું હતું, જેમાં રૂખડિયાપરા, 53 ક્વાર્ટર, પોપટપરા, રઘુનંદન સોસાયટી, છત્રપતિ આવાસ, મહર્ષિ આવાસ, હેડગેવાર આવાસ, ગાંધીગ્રામ, લક્ષ્મી છાયા સોસાયટી સહીત સોસાયટીઓમાં ચેકીંગ કરાયું હતું.