કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

Biparjoyના પગલે કચ્છમાં પીજીવીસીએલ એકશન મોડમાં; 50 ટીમ કચ્છની કામગીરી માટે તૈનાત

Text To Speech

કચ્છમાં બિપરજોય વાવાઝોડાના પગલે પીજીવીસીએલ એકશન મોડમાં આવી ગયું છે. અંજાર સર્કલ અને ભુજ સર્કલના વિસ્તારમાં વાવાઝોડાના પગલે સર્જાનારી કોઇપણ પ્રકારની પરિસ્થિતીને પહોંચી વળવા વીજતંત્ર દ્વારા માનવબળ તથા સાધનો સહિતની પૂરતી તૈયારી છે. હાલ સમગ્ર આયોજન સાથે દરીયાકાંઠાના અસરગ્રસ્ત વિસ્તારમાં ટીમો તૈનાત કરી દેવાઇ છે. જે વીજ વિક્ષેપથી લઇને વીજપોલ પડવા,વાયરોની મરંમત તથા વીજ પૂરવઠો પૂર્વવત કરવા સહિતની તમામ કામગીરી માટે તૈયાર છે.

બહારના સર્કલથી ૨૦ ટીમ બોલાવાઇ

આ અંગે ભુજ સર્કલના એડીશનલ ચીફ એન્જીનીયર એ.એસ.ગુરવાએ જણાવ્યું હતું કે,૧૯ ટીમો સ્થાનિકની તૈનાત કરી દેવાઇ છે જેમાં ૭૬ માનવબળ છે. જયારે સાથે ૪૫ કોન્ટ્રાકટની ગેંગ છે જેમાં ૧૯૪ માનવબળ છે. સાથે બહારના સર્કલથી ૨૦ ટીમ બોલાવાઇ છે જેને દયાપર, નલીયા, કોઠારા, મુંદરા મુકવામાં આવી છે.

 

આ સાથે જિલ્લા બહારથી કોન્ટ્રાકટની ૩૦ ટીમ આવશે. ઉપરાંત ડીજીવીસીએલ તથા એમજીવીસીએલની ૧૪ ટીમ આવી છે જેને માંડવી મુકવામાં આવી છે. આ સાથે વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા તમામ પ્રકારનું જરૂરી મટીરીયલ્સ તથા માનવબળ છે. હાલ તમામ અસરગ્રસ્ત વિસ્તાર દિઠ સ્થળ પર ૫૦૦ વીજપોલ ઉતારી દેવામાં આવ્યા છે. આમ, કુલ ૧૫ હજાર પોલ જે તે જગ્યાએ પહોંચાડી દેવાયા છે. જયારે ૨૬ ટ્રેલરમાં વીજપોલ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.

વાવાઝોડાને પહોંચી વળવા પુરતું માનવબળ તૈયાર  

અંજાર સર્કલના એડીશનલ ચીફ એન્જીનીયર નરેન્દ્ર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, વર્તમાન સ્થિતિને જોતા ૫૦ હજાર પોલ સ્થળ પર પહોંચાડી દેવામાં આવ્યા છે. જયારે ૮ હજાર પોલ અનામત રાખવામાં આવ્યા છે. ૧૧૬ ટીમ બહારની બોલાવવામાં આવી છે. જયારે ૫૦ ટીમ કચ્છની કામગીરી માટે તૈનાત કરી દેવામાં આવી છે. હજૂ પણ કચ્છ બહારથી ટીમો આવી રહી છે. વાવાઝોડાના કારણે કોઇપણ સ્થિતિ સર્જાશે તેને પહોંચી વળવા પુરતું માનવબળ તથા સાધનો છે.

આ પણ વાંચો: બનાસકાંઠા: ‘બિપરજોય’ વાવાઝોડાના સંકટ સામે અંબાજી મંદિરમાં કરાયો યજ્ઞ

 

Back to top button