ટોપ ન્યૂઝનેશનલ

PFIના પ્લાનનો પર્દાફાશ,PM મોદી પર 12 જુલાઈના થવાનો હતો હુમલો, મહત્વની માહિતીઓ આવી સામે

Text To Speech

દેશભરમાં મુસ્લિમ સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના (PFI) અનેક સ્થળો પર એનઆઈએના (NIA) દરોડા બાદ પુછપરછની પ્રકિયા ચાલી રહી છે. જેમાં કેરળ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે તેવા PFIના સદસ્ય શફીક પૈઠે ખૂબ જ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે PFI ભારતમાં ઇસ્લામનું શાસન સ્થાપિત કરવા માંગે છે, તેથી તે દેશમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાનું ષડયંત્ર રચી રહ્યું છે, જેથી વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટ ઊભી કરી શકાય.

pm-modi-on-pfi-target

આ સાથે જ એવો પણ ખુલાસો થયો છે કે 12 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પટણા રેલીને ટાર્ગેટ કરવી કે જેથી કરીને માહોલ બગાડી શકાય. આ માટે PFIના કાતામાં 120 કરોડ રૂપિયા જમા થયા અને એનાથી ડબલ રકમ કેશમાં પણ મળી હતી. ઈડીની રિમાન્ડ નોટમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, શફીકના કહેવા પ્રમાણે PFIએ વડાપ્રધાનની પટના ખાતેની રેલી દરમિયાન વિસ્ફોટ કરવા માટે ષડયંત્ર રચ્યું હતું. તેઓ રેલી દરમિયાન માહોલ ખરાબ કરવા ઈચ્છતા હતા અને તે માટે પોસ્ટર પણ છપાવવામાં આવ્યા હતા.

તે સિવાય PFI ટેરર મોડ્યુલ તૈયાર કરવાની અને અન્ય હુમલાઓની પણ તૈયારી કરી રહ્યું હતું. PFI એ વડાપ્રધાન મોદીના 12 જુલાઈના પટના પ્રવાસ વખતે હુમલો કરવા માટે એક ટ્રેઈનિંગ કેમ્પ પણ ખોલ્યો હતો. ખાસ વાત એ પણ છે કે, 2013માં ઈન્ડિયન મુજાહિદીન સાથે સંકળાયેલા આતંકવાદીઓએ પણ તેમની રેલીમાં વિસ્ફોટો કર્યા હતા.

આ પણ વાંચો : PM મોદી 29-30 સપ્ટેમ્બર ગુજરાતમાં, GMDC ગ્રાઉન્ડ ખાતે આરતી, 45 KM પબ્લિક ટ્રાંસપોર્ટમાં મુસાફરી કરશે; જાણો બે દિવસના કાર્યક્રમો

શફીક પર એવો આરોપ છે કે, તેણે ભારતમાં NRI ખાતાનો ઉપયોગ કરીને PFI માટે વિદેશમાંથી ધન ટ્રાન્સફર કર્યું. ગત વર્ષે પણ તેના અમુક સ્થળોએ દરોડો પાડવામાં આવ્યો હતો. PFIઅને તેના સાથે સંકળાયેલી સંસ્થાઓના ખાતામાં રૂપિયા 120 કરોડથી પણ વધારેની રકમ જમા કરવામાં આવી હતી. તેનો એક મોટો હિસ્સો દેશ અને વિદેશના શંકાસ્પદ સ્ત્રોત દ્વારા કેશમાં જમા કરવામાં આવ્યો હતો.

Back to top button