ટોપ ન્યૂઝનેશનલ

PFIના વડા પરવેઝ અહેમદની દિલ્હીમાં ધરપકડ, NIA ઓફિસની સુરક્ષા વધારી

Text To Speech

દેશભરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે રાજધાની દિલ્હીમાં પણ NIAના દરોડા ચાલુ છે. તપાસ એજન્સીએ PFIના વડા પરવેઝ આલમની દિલ્હીમાં ધરપકડ કરી છે. આતંકવાદી કનેક્શનને લઈને તપાસ એજન્સીઓના રડાર પર આવેલા એજન્સીના 3 એજન્ટ દિલ્હીમાં ઝડપાયા છે. નોઈડામાં એટીએસ અને એનઆઈએની ટીમો પણ દરોડા પાડી રહી છે. આ દરમિયાન દિલ્હીમાં NIA ઓફિસની સુરક્ષા વધારી દેવામાં આવી છે. દેશના ઘણા ભાગોમાં દરોડાના વિરોધમાં સંગઠનના સભ્યો રસ્તા પર ઉતરી આવ્યા છે.NIA અને EDએ ગુરુવારે સવારે 10 રાજ્યોમાં કથિત રીતે આતંકી ફાઇનાન્સિંગમાં સંડોવાયેલા શકમંદોના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન, NIA અને EDએ આતંકવાદીઓને સમર્થન આપવાના આરોપમાં લગભગ 100 PFI કાર્યકરોની અટકાયત કરી હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, દરોડા મુખ્યત્વે દક્ષિણ ભારતમાં પાડવામાં આવી રહ્યા છે અને NIAએ તેને અત્યાર સુધીનું સૌથી મોટું તપાસ ઓપરેશન ગણાવ્યું છે. NIAએ કહ્યું કે આતંકવાદીઓને કથિત રૂપે ભંડોળ પૂરું પાડવા, તેમના માટે તાલીમની વ્યવસ્થા કરવા અને પ્રતિબંધિત સંગઠનોમાં જોડાવા માટે લોકોને ફસાવવામાં સામેલ વ્યક્તિઓના સ્થળ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, દસ રાજ્યોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે અને પીએફઆઈના ટોચના નેતાઓ સહિત લગભગ 100 કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.

PFIએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, “PFIના રાષ્ટ્રીય, રાજ્ય સ્તર અને સ્થાનિક નેતાઓના ઘરો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. પ્રદેશ સમિતિની ઓફિસ પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. વિરોધના અવાજને દબાવવા માટે ફાસીવાદી શાસન દ્વારા કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો અમે સખત વિરોધ કરીએ છીએ.

આ પણ વાંચો : યુરોપિયન યુનિયન તરફથી રશિયાને વધુ એક ફટકો, ટૂંક સમયમાં લાદવામાં આવશે નવા પ્રતિબંધો

Back to top button