ટોપ ન્યૂઝબિઝનેસ

પાળતૂ શ્વાન અને બિલાડીની સાથે હવાઈ સફર હવે શક્ય બનશે, આ ભારતીય એરલાઇન્સ કંપની નવેમ્બરથી શરૂ કરશે પોતાની સેવા

Text To Speech

મુંબઈઃ જો તમે કૂતરા-બિલાડી પાળવાના શોખીન છો અને તેને હંમેશા પોતાની સાથે જ રાખો છો, તો આ સમાચાર તમારા માટે છે. ખબર એ છે કે હવાઈ યાત્રા દરમિયાન પાળતુ કૂતરા અને બિલ્ડીને સાથે લઈ જઈ શકાશે, જેની શરૂઆત ભારતની સૌથી નવી એરલાઇન્સ કંપની આકાસા એર કરવા જઈ રહી છે. કંપની નવેમ્બરથી પાળતુ જાનવરને સાથે લઈ જવાની મંજૂરી આપશે.

અકાસા એરલાઇન્સે પાળતુ કૂતરા અને બિલાડીઓને કેબિન અને કાર્ગોમાં મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. જેનું બુકિંગ આ વર્ષે 15 ઓક્ટબરથી શરૂ થઈ જશે. પાળતુ જાનવરોની સાથે અકાસા એરની પહેલી ફ્લાઈટ 1લી નવેમ્બરે ઉડાન ભરશે.

આ ઉપરાંત કંપની આગામી કેટલાંક સપ્તાહમાં નવા રુટની પણ શરૂઆત કરવા જઈ રહી છે. અકાસા એર હવે વર્ષ 2023થી ઈન્ટરનેશન ફ્લાઈટની શરૂઆત કરવાની યોજના બનાવી રહ્યું છે. હાલ કંપનીની પાસે 6 વિમાન છે અને આગામી વર્ષના માર્ચના અંત સુધીમાં 18 પ્લેન થઈ જશે.

AKASA AIRLINE
એરલાઇન્સ હાલ રોજ 30 ઉડાન ભરે છે અને શુક્રવારે એટલે કે આજથી દિલ્હીથી સેવાઓ શરૂ કરશે.

કંપનીની CEOએ શું કહ્યું?
એરલાઇન્સના CEO વિનય દુબેએ કહ્યું કે એરલાઇન્સ કંપની આકાસા એરનું પ્રદર્શન તેની સેવા શરૂ કરી ત્યારથી લઈને શરૂઆતના 60 દિવસ સંતોષજનક રહ્યું છે. એરલાઇન્સે આ વર્ષે ઓગસ્ટથી પોતાની ઉડાન સેવા શરૂ કરી હતી અને આગામી વર્ષે બીજા હાફ ક્વાર્ટર સુધીમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવાની યોજના છે. કંપની પાસે હાલ 6 વિમાન છે જે ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં વધીને 18 થઈ જશે. દુબેએ કહ્યું કે કંપની નવા રોકાણકારોની તલાશ પણ કરી રહી છે.

આજથી દિલ્હીથી સેવાઓ શરૂ થશે
કંપની પોતાની ઉડાનમાં પણ વિસ્તાર કરી રહી છે. એરલાઇન્સ હાલ રોજ 30 ઉડાન ભરે છે અને શુક્રવારે એટલે કે આજથી દિલ્હીથી સેવાઓ શરૂ કરશે. આ સાથે જ કંપની નવા વિમાન પણ સામેલ કરવા જઈ રહ્યું છે. આકાસા એર દ્વારા 72 બોઈંગ-737 મેક્સ વિમાનોના ઓર્ડર આપ્યા છે. હાલ ભારતીય એરલાઇન્સ ઈન્ડ્સ્ટ્રીઝમાં ઈન્ડિગો માર્કેટ લીડર છે. તો ટાટા સન્સની એર ઈન્ડિયા, વિસ્તારા અને એર એશિયા ઉપરાંત સ્પાઈસ જેટ પણ માર્કેટમાં છે.

 

Back to top button