- રશિયાએ ભારતને સસ્તુ ક્રુડ ઓઈલનું વેચાણ કર્યું
- અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂ.96.42 અને ડીઝલનો ભાવ રૂ.92.17
- ડીલર વર્તુળમાં થતી ચર્ચા મુજબ 1લી જુલાઈથી ઘટાડો થશે
અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે તેમ ડીલર વર્તુળોમાં જોરદાર ચર્ચા જામી છે. જેમાં 1લી જુલાઈથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની શક્યતા છે. ઈંધણના ભાવ ઘટે તો મોંઘવારીથી પીડાતી જનતાને રાહત થશે. જેમાં અમદાવાદમાં હાલ પેટ્રોલનો ભાવ રૂ.96.42 અને ડીઝલનો ભાવ રૂ.92.17 ચાલી રહ્યો છે.
આ પણ વાંચો: દાન સ્વિકારતી ચેરિટેબલ સંસ્થાઓ માટે ઈન્કમટેક્સ વિભાગે નિયમોમાં ફેરફાર કર્યા
ડીલર વર્તુળમાં થતી ચર્ચા મુજબ 1લી જુલાઈથી ઘટાડો થશે
ક્રુડના સતત નીચા ભાવના કારણે ઘરઆંગણે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાનું દબાણ સર્જાયું છે. પેટ્રોલ ડીલર વર્તુળમાં થતી ચર્ચા મુજબ સરકાર 1લી જુલાઈથી પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટાડો કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. હાલમાં હલચલ જણાઈ છે તેના કારણે આ શક્યતા બહાર આવી છે. અમદાવાદમાં હાલ પેટ્રોલનો ભાવ રૂ.96.42 અને ડીઝલનો ભાવ રૂ.92.17 ચાલી રહ્યો છે. સરકાર કેટલો ભાવ ઘટાડો કરે છે તેની ચોક્કસ માહિતી બહાર આવી નથી. પરંતુ ડીલર વર્તુળમાં થતી ચર્ચા મુજબ 1લી જુલાઈથી ઘટાડો આવી શકે તેમ છે.
રશિયાએ ભારતને સસ્તુ ક્રુડ ઓઈલનું વેચાણ કર્યું
રાજ્યમાં 5,500 કરતા વધુ પેટ્રોલ અને ડીઝલના પંપ આવેલા છે. જ્યાંથી રોજ લાખો રૂપિયાના પેટ્રોલ-ડીઝલનું વેચાણ થાય છે. પેટ્રોલ-ડીઝલના ઉંચા ભાવના કારણે મધ્યમવર્ગીય પરિવારોની કમર તૂટી ગઈ છે. મોંઘવારી ફાટીને ધૂમાડે ગઈ છે. સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડે તો મોંઘવારી ઘટે તેવી આશા લોકો રાખી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ક્રુડના ભાવ 66 ડોલર ઘટયા છતાં 14 માસથી પેટ્રોલ-ડીઝલમાં રાહત નહીં. પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવના કારણે ટમેટા, ઘઉં, કઠોળ સહિતની જીવનજરૂરી ચીજો મોંઘી થતા પ્રજા હેરાન થાય છે. ઈંધણના ભાવમાં મે, 2022 પછી કોઈપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો નથી. રશિયાએ ભારતને સસ્તુ ક્રુડ ઓઈલનું વેચાણ કર્યું હોવા છતાં તેનો લાભ સ્થાનિક ગ્રાહકોને મળ્યો નથી.