અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતના આ શહેરોમાં સસ્તુ થઈ ગયું પેટ્રોલ-ડિઝલ, જોઈ લો તમારા શહેરમાં શું છે ભાવ….

Text To Speech

મોંઘવારીના એક બાદ એક ડામ આપ્યા બાદ કેન્દ્ર સરકારે એ ડામ પર મલમ લગાવતા શનિવારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝમાં ઘટાડો કર્યો છે. લાંબા સમયથી દબાણ હેઠળ રહેલી કેન્દ્ર સરકારે શનિવારે પેટ્રોલની એક્સાઈઝ ડયુટીમાં પ્રતિ લીટર રૂ. ૮ જ્યારે ડીઝલમાં પ્રતિ લીટર રૂ. ૬નો ઘટાડો કર્યો છે. દેશમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ. ૯.૫૦ અને ડીઝલ રૂ. ૭ સસ્તું થયું છે. રાજ્યના વિવિધ શહેરોમાં પણ પેટ્રોલ અને ડીઝલમાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. તો બીજી તરફ રાજ્યના બે શહેરોમાં અન્ય શહેરો કરતા પણ સસ્તું પેટ્રોલ અને ડીઝલના ભાવો જોવા મળ્યા છે.

શહેર        પેટ્રોલ                     ડીઝલ
ગત         આજના   ગત       આજના
અમદાવાદ 105.07    95.57    100.13    93.13
સુરત         104.06    96.31     99.33     92.07
વડોદરા     104.74    96.09     99.08     91.82
રાજકોટ    104.86    96.22      99.22     91.98
ભાવનગર  106.76    98.01     101.1     93.84
જૂનાગઢ    106.13    94.47     100.5     93.24
જામનગર  105.02    96.37     99.39     92.11
મહેસાણા  105.12    96.47     99.49     92.23
બનાસકાંઠા 105.4   96.41      99.41    92.15

કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટીના ભાવ ઘટાડતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જેનાથી સામાન્ય લોકોને મોંઘવારીના માર વચ્ચે રાહત થઈ છે..લોકોએ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડાને આવકાર્યો છે..અને હજુ પણ ભાવ ઘટાડો થાય તેવી આશા છે.

રાજ્યની જનતાએ આ મુદ્દે પ્રતિક્રિયા આપી, કેટલાક લોકોનું કહેવું છેકે, રાજ્યમાં આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે એટલે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર લાગુ ટેક્સ ઘટાડવામાં આવ્યો છે. તો અન્ય લોકોએ જણાવ્યુ કે, મોંઘવારીના માર વચ્ચે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થવાથી મોંઘવારીમાંથી રાહત મળશે.

Back to top button