કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

જૂનાગઢના સાંસદ રાજેશ ચૂડાસમા સામે કલેક્ટરને અરજી, લોહાણા સમાજના અગ્રણીએ કરી રજૂઆત

Text To Speech

ગીરસોમનાથ, 24 જૂન 2024, જનાગઢમાં ચૂંટણી જીત્યા બાદ સાંસદ રાજેશ ચૂડાસમાએ જાહેરમંચ પરથી કહ્યું હતું કે, છેલ્લી બે ટર્મના 10 વર્ષ દરમિયાન તમને જે ખાટા ઓડકારો આવ્યા છે એ હવે આગામી પાંચ વર્ષમાં એકપણ ખાટો ઓડકાર નહીં આવવા દઉં તે ભગવાન માધવરાયની સાક્ષીએ કહું છું. ભાજપ પાર્ટી હિસાબ કરે કે ના કરે પણ હું આગામી પાંચ વર્ષમાં મને જે આ ચૂંટણીમાં નડ્યા છે એને મૂકવાનો નથી. જાહેરમંચ પરથી સાંસદનું વિવાદિત નિવેદન આવતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે હવે રાજેશ ચૂડાસમા વિરૂદ્ધ ગીર સોમનાથના SP સહિતના અધિકારીઓને અરજી કરાઈ છે.

રાકેશ દેવાણીએ સાંસદ વિરૂદ્ધ નિવેદન આપ્યું હતું
લોહાણા સમાજના અગ્રણી રાકેશ દેવાણીએ SPને સહિત પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, DGP, રેન્જ IG અને કલેક્ટરને અરજી કરી છે. જેમાં ઉલ્લેખ કર્યો છે કે, પોતાને તેમજ પોતાના પરિવારને જીવનું જોખમ છે. લોકસભા ચૂંટણીમાં રાકેશ દેવાણીએ સાંસદ રાજેશ ચુડાસમાનો વિરોધ કર્યો હતો. વેરાવળના ડૉ.અતુલ ચગના આપઘાત કેસ મુદ્દે રાકેશ દેવાણીએ સાંસદ વિરૂદ્ધ નિવેદન આપ્યું હતું. ત્યારે તાજેતરમાં આભાર દર્શન કાર્યક્રમમાં સાંસદ રાજેશ ચુડાસમાએ પણ એક નિવેદનમાં આડકતરો જવાબ આપ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપ હિસાબ કરે કે ન કરે, મને જે નડ્યા છે તેને હું મુકવાનો નથી.

ડો.અતુલ ચગ કેસમાં સાંસદ રાજેશ ચુડાસમા ભરાયા હતા
રાકેશ દેવાણીએ પોતાના પર અને તેમના પરીવાર પર જીવનુ જોખમ હોય તે બાબતે SPને અરજી કરી છે.થોડા દિવસ અગાઉ રાજેશ ચુડાસમાનું વિવાદીત નિવેદન સામે આવ્યું હતુ. જેમાં તેઓ જણાવી રહ્યાં છે કે, 5 વર્ષ જે લોકો મને નડ્યા છે તેમને હું છોડવાનો નથી, પાર્ટી તેમની સામે કાર્યવાહી કરે કે ન કરે પરંતુ હું તેમને છોડવાનો નથી.જૂનાગઢના ડો.અતુલ ચગ કેસમાં સાંસદ રાજેશ ચુડાસમા ભરાયા હતા અને આ વખતે ચૂંટણીમાં તેમને તકલીફ પણ થઇ શકે તેમ હતી. હવે ચૂંટણી પત્યા બાદ તેઓ પોતાનો અસલી રંગ બતાવી રહ્યા હોય તેવી જૂનાગઢમાં ચર્ચા જોવા મળી રહી હતી.

આ પણ વાંચોઃ જૂનાગઢના સાંસદ રાજેશ ચૂડાસમાએ જાહેરમાં કહ્યું, મને જે નડ્યા છે એને હું મૂકવાનો નથી

Back to top button