નેશનલ

1989ના નુસ્લી વાડિયા મર્ડર કેસમાં મુકેશ અંબાણીને સાક્ષી તરીકે બોલાવવાની અરજી ફગાવાઈ

Text To Speech

સીબીઆઈની વિશેષ અદાલતે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીને હત્યાના કેસમાં સાક્ષી તરીકે સમન્સ પાઠવવાની અપીલને ફગાવી દીધી છે. જણાવી દઈએ કે આ મામલો વર્ષ 1989માં બિઝનેસમેન નુસ્લી વાડિયાની હત્યા સાથે જોડાયેલો છે. 33 વર્ષ જૂના આ કેસના આરોપી ઈવાન સિક્વેરાએ ગયા વર્ષે વિશેષ CBI કોર્ટનો સંપર્ક કર્યો હતો. તેણે કોર્ટ પાસે માંગ કરી હતી કે મુકેશ અંબાણીને આ કેસમાં સાક્ષી તરીકે પૂછપરછ કરવામાં આવે. જોકે, આ કેસની તપાસ કરી રહેલી કેન્દ્રીય એજન્સી સીબીઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સ્પેશિયલ સીબીઆઈ કોર્ટના જજ એસપી નાયક નિમ્બાલકરે વાદી અને પ્રતિવાદી બંનેને સાંભળ્યા બાદ સિક્વેરાની અરજી ફગાવી દીધી હતી.

Mukesh Ambani

મુખ્ય આરોપીનું કેસ દરમિયાન મોત

અગાઉ, સીબીઆઈએ આ કેસમાં કોર્ટમાં જવાબ દાખલ કરતી વખતે કહ્યું હતું કે આરોપીને આ કેસમાં વધારાની તપાસની માંગ કરવાનો કોઈ અધિકાર નથી, તેથી આ અરજીને ફગાવી દેવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારી કીર્તિ અંબાણી આ કેસના મુખ્ય આરોપી હતા જેનું કેસની સુનાવણી દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું.

આ વર્ષે જ શરૂ થઈ કેસની સુનાવણી

આ હત્યા કેસમાં કીર્તિ અંબાણી અને અન્ય વિરુદ્ધ 31 જુલાઈ 1989ના રોજ કેસ નોંધવામાં આવ્યો હતો. વ્યવસાયિક સ્પર્ધાને કારણે વાડિયાની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો હતો. વાડિયા ત્યારે બોમ્બે ડાઈંગના ચેરમેન હતા. મહારાષ્ટ્ર સરકારે 2 ઓગસ્ટ, 1989ના રોજ આ કેસની તપાસ સીબીઆઈને સોંપી હતી, પરંતુ આ કેસની સુનાવણી વર્ષ 2023માં શરૂ થઈ શકે છે.

Back to top button