બિહારમાં ચાલી રહેલી જાતિ ગણતરી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં એવું કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારને વસ્તી ગણતરી કાયદા હેઠળ વસ્તી ગણતરી કરવાનો અધિકાર નથી. સર્વપક્ષીય બેઠકમાં લેવાયેલા નિર્ણયના આધારે આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વિધાનસભામાંથી કાયદો પસાર કર્યા વિના આ કરવામાં આવી રહ્યું છે. તે રદ થવી જોઈએ.
બિહારમાં મહાગઠબંધન સરકારે શનિવારે જાતિના સર્વેક્ષણની શરૂઆત કરી હતી. મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે આ કવાયત સમાજના તમામ વર્ગોના ઉત્થાન માટે મદદરૂપ સાબિત થશે. તેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.
ભાજપે બિહાર સરકારના આ પગલાની ટીકા કરી છે. બિહાર બીજેપી અધ્યક્ષ સંજય જયસ્વાલે કહ્યું કે નીતીશ કુમાર પોતાના સ્વાર્થના કારણે પેટાજાતિની વસ્તીગણતરી નથી કરાવી રહ્યા. નીતિશ કુમારને વિનંતી છે કે, તેઓ જૂઠું બોલવાનું બંધ કરે, પેટાજાતિનો અર્થ શું છે તેઓ જણાવે?