નૂહમાં હિંસા બાદ બજરંગ દળ-VHPની રેલી રોકવા માટે SCમાં અરજી
હરિયાણામાં રણખાણો ફાટી નીકળ્યા બાદ નૂરમાં પણ હિંસક ધટનાઓમાં વધારો થયો છે. જેમાં ગુરુગ્રામ જિલ્લાની સાથે પલવલ જિલ્લામાં પણ તણાવ વધ્યો છે. ત્યારે ગુરુગ્રામ પોલીસે જણાવતા કહ્યું કે, અહીં નાના જૂથો હિંસામાં વધારો કરી રહ્યા છે. તેઓ નાના લોકોને નિશાન બનાવી રહ્યા છે.
હરિયાણા હિંસા બાદ હિંસાના વિરોધમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદે દિલ્હી-એનસીઆરના 23 વિસ્તારોમાં રેલીઓ જાહેર કરેલી છે. પોલીસનું કહેવું છે કે, નાના જૂથો દ્વારા હિંસામાં વઘારો કરવાને કારણે આ રેલીઓ રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ત્યારે એક બાજુ અનેક વિસ્તારોમાં રેલીઓ ચાલુ પણ થઈ ગઈ છે.
હિંસાની અસરઃ ચાર જિલ્લામાં ઈન્ટરનેટ અને શાળાઓ બંધ, બે દિવસની પરીક્ષાઓ પણ મોકૂફ
- 9 જિલ્લામાં કલમ 144 લાગુ: નૂહ, ગુરુગ્રામ, પલવલ, ઝજ્જર, ફરીદાબાદ, રેવાડી, સોનીપત, પાણીપત અને મહેન્દ્રગઢમાં કલમ 144 લાગુ છે.
- ઈન્ટરનેટ: બુધવારે નૂહ, ગુરુગ્રામ, પલવલ, ફરીદાબાદ જિલ્લાના કેટલાક હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ઈન્ટરનેટ અને SMS સેવાઓ સ્થગિત રહેશે.
- શાળા: નૂહ, પલવલ, પાણીપત જિલ્લા અને ગુરુગ્રામના સોહના સબડિવિઝનમાં બુધવારે શાળાઓ બંધ રહેશે. જો કે ફરીદાબાદમાં શાળા-કોલેજ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- પરીક્ષા: હરિયાણા બોર્ડે સમગ્ર રાજ્યમાં આગામી આદેશો સુધી ઓગસ્ટ 1, 2 ની 10મી અને DLED પરીક્ષાઓ મુલતવી રાખી છે.
- બસઃ યુપીના ગુરુગ્રામ, આગ્રા, મથુરા, અલીગઢના રેવાડી ડેપોથી સોહના સુધીની બસ બંધ થઈ ગઈ છે.
- હિંસામાં નુકસાનઃ અત્યારસુધીમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાંથી નૂહમાં 3 મૃત્યુ પામ્યા હતા. ગુરુગ્રામ અને અન્ય એક જગ્યાએ એકનું મોત થયું હતું. 100થી વધુ લોકો ઘાયલ થયા છે. વહીવટીતંત્ર હિંસામાં જાનમાલના નુકસાનનું આકલન કરી રહ્યું છે.
આ પણ વાંચો: UK ભારતીય દૂતાવાસ પર હુમલા મામલે NIAએ પંજાબ, હરિયાણામાં 31 સ્થળો પર દરોડા પાડ્યા