ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તાજમહેલમાં શાહજહાંના ઉર્સને રોકવાની અરજી, હિન્દુ મહાસભા કોર્ટમાં પહોંચી

Text To Speech

આગ્રા(ઉત્તર પ્રદેશ), 03 ફેબ્રુઆરી: તાજમહેલ ખાતે બાદશાહ શાહજહાંના ઉર્સ પર પ્રતિબંધ મૂકવા માટે એડિશનલ સિવિલ જજ (જુનિયર ડિવિઝન)ની કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. શાહજહાંનો 369મો ઉર્સ 6થી 8 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. અખિલ ભારત હિન્દુ મહાસભાના મહિલા મોરચાના મંડળ પ્રમુખ મીના દેવી દિવાકર અને જિલ્લા અધ્યક્ષ સૌરભ શર્માએ શુક્રવારે તાજમહેલમાં શાહજહાંના ઉર્સ પર પ્રતિબંધ મૂકવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં ઉત્સવ કમિટી તાજગંજના અધ્યક્ષ સૈયદ ઈબ્રાહિમ ઝૈદીને ડિફેન્ડેડ બનાવવામાં આવ્યા છે.

અરજદારે ઉર્સ માટે મફત પ્રવેશ પર વાંધો ઉઠાવ્યો

 અરજદારના વકીલ અનિલ કુમાર તિવારીએ જણાવ્યું હતું કે, તેમણે ઉર્સની ઉજવણી કરતી સમિતિ સામે કાયમી મનાઈ હુકમની વિનંતી કરી છે. અરજદારે ઉર્સ માટે તાજમહેલમાં મફત પ્રવેશ આપવા સામે પણ વાંધો ઉઠાવ્યો છે. એબીએચએમના પ્રવક્તા સંજય જાટે દલીલ કરી હતી કે સંસ્થાએ RTI વિનંતીના આધારે અરજી દાખલ કરી હતી જે દર્શાવે છે કે ન તો મુઘલો અને ન તો અંગ્રેજોએ તાજમહેલની અંદર ઉર્સનું આયોજન કરવાની પરવાનગી આપી હતી. નોંધનીય છે કે, શાહજહાંએ 1653માં યમુના નદીના કિનારે તાજમહેલ બનાવ્યો હતો.

તેમણે કહ્યું, આગ્રા શહેરના ઈતિહાસકાર રાજ કિશોર રાજે દ્વારા દાખલ કરાયેલી RTIના આધારે આ અરજી દાખલ કરાઈ છે. RTIમાં તેમણે ASIને પૂછ્યું હતું કે તાજમહેલ પરિસરમાં ઉર્સ મનાવવા અને નમાઝ અદા કરવાની મંજૂરી કોણે આપી? ASIએ જવાબ આપ્યો કે મુઘલો કે બ્રિટિશ સરકાર કે ભારત સરકારે તાજમહેલ ખાતે ઉર્સ ઉજવવાની કોઈ મંજૂરી આપી ન હતી.’ આ ઉપરાંત, જાટે કહ્યું કે, આના આધાર પર સૈયદ ઇબ્રાહિમ ઝૈદીની અધ્યક્ષતા હેઠળની શાહજહાં ઉર્સ ઉત્સવ સમિતિએ આયોજકોને તાજમહેલમાં ઉર્સની ઉજવણી કરતા રોકવાની વિનંતી કરતી અરજી દાખલ કરી છે.

આ પણ વાંચો: માલદીવના પ્રમુખ મુઈઝઝુની ‘ઇન્ડિયા આઉટ’ની યોજના નિષ્ફળ! ભારતે શોધી કાઢ્યો ઉકેલ

Back to top button