પર્થ ટેસ્ટ : ત્રીજા દિવસની રમત પૂર્ણ, ભારતે આપ્યો આ ટાર્ગેટ, જાણો શું છે AUSની સ્થિતિ
પર્થ, 24 નવેમ્બર : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 22 નવેમ્બરથી પર્થમાં શરૂ થઈ રહી છે. આજે (24 નવેમ્બર) મેચનો ત્રીજો દિવસ હતો. ભારતે 6 વિકેટે 487 રન બનાવીને તેનો બીજો દાવ ડિકલેર કર્યો હતો. એટલે કે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 534 રનનો ટાર્ગેટ મળ્યો છે, જેનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસે (24 નવેમ્બર) સ્ટમ્પ સુધી ત્રણ વિકેટ ગુમાવીને 12 રન બનાવ્યા હતા. ઉસ્માન ખ્વાજા 3 રન પર રમી રહ્યો છે. હવે ભારત જીતથી સાત વિકેટ દૂર છે.
વિરાટ કોહલીએ પણ ભારત માટે બીજી ઇનિંગમાં શાનદાર સદી (અણનમ 100) ફટકારી હતી. કોહલીની ટેસ્ટ કારકિર્દીની આ 30મી સદી હતી અને આ વર્ષે આંતરરાષ્ટ્રીય મેચોમાં તેની પ્રથમ સદી હતી. ભારતીય ટીમે છેલ્લા બે પ્રવાસમાં ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં હરાવ્યું છે. આ વખતે હેટ્રિકની તક છે. આ ‘મહાસીરીઝ’માં કુલ 5 મેચો રમાવાની છે. શ્રેણીની આગામી ટેસ્ટ હવે 6 ડિસેમ્બરથી એડિલેડમાં યોજાશે.
ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં 3 વિકેટ પડી હતી
લક્ષ્યનો પીછો કરતી વખતે ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. નવોદિત નાથન મેકસ્વીની પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો અને ઈનિંગની પહેલી જ ઓવરમાં બુમરાહનો શિકાર બન્યો હતો. ત્યારપછી નાઈટવોચમેન પેટ કમિન્સ (2)ને મોહમ્મદ સિરાજે પેવેલિયન પરત કર્યો હતો. ત્રીજા દિવસની છેલ્લી વિકેટ માર્નસ લાબુશેન (3)ના રૂપમાં પડી જે બુમરાહનો શિકાર બન્યો હતો.
આ પણ વાંચો :- IPL Auction 2025: ઋષભ પંત સૌથી મોંઘો ખેલાડી બન્યો, જાણો LSGએ કેટલામાં ખરીદ્યો?