પર્થ ટેસ્ટ : ભારત માત્ર 150 રનમાં જ ઓલ આઉટ થયું
પર્થ, 22 નવેમ્બર : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ આજથી (22 નવેમ્બર) પર્થમાં રમાઈ રહ્યો છે. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન જસપ્રીત બુમરાહે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આ મેચમાં ભારતીય ટીમની બેટિંગ સુસ્ત રહી અને 150 રનમાં જ ઓલઆઉટ થયું હતું. ભારતીય ટીમે છેલ્લા બે પ્રવાસમાં ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં હરાવ્યું છે. આ વખતે હેટ્રિકની તક છે. આ સીરીઝમાં કુલ 5 મેચો રમાવાની છે.
આ મેચમાં નીતિશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણાએ ભારતીય ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. નાથન મેકસ્વીનીએ ઓસ્ટ્રેલિયા તરફથી ડેબ્યૂ કર્યું હતું. ભારતીય ટીમનો પ્રથમ દાવ 150 રન પર જ સમેટાઈ ગયો હતો. નીતિશ રેડ્ડી આઉટ થનાર છેલ્લો બેટ્સમેન હતો. જોશ હેઝલવુડે નીતિશને ઉસ્માન ખ્વાજાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
નીતિશે 59 બોલમાં સૌથી વધુ 41 રન બનાવ્યા જેમાં 6 ફોર અને 1 સિક્સ સામેલ હતી. જ્યારે વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે 37 રન અને કેએલ રાહુલે 26 રનનું યોગદાન આપ્યું હતું. આ ત્રણ સિવાય માત્ર ધ્રુવ જુરેલ (11 રન) જ બે આંકડા સુધી પહોંચી શક્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક અને મિશેલ માર્શે બે-બે વિકેટ લીધી હતી. જ્યારે હેઝલવુડને સૌથી વધુ ચાર સફળતા મળી હતી. ઓસ્ટ્રેલિયાની તમામ 10 વિકેટ ઝડપી બોલરોએ લીધી હતી.
આ પણ વાંચો :- છત્તીસગઢમાં સલામતી દળો સાથેની અથડામણમાં 10 નક્સલવાદીઓ ઠાર