ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડસ્પોર્ટસ
પર્થ ટેસ્ટ : ભારતીય બોલર સામે AUS ઢેર, 104 રનમાં તંબુ ભેગી થઈ
- કેપ્ટન જસપ્રીત બુમરાહે 5 અને હર્ષિત રાણાએ 3 વિકેટ ઝડપી
- ભારતને 46 રનની લીડ મળી
- પહેલી ઈનિંગમાં ઇન્ડિયા 150 રનમાં જ ઓલ આઉટ થઈ હતી
પર્થ, 23 નવેમ્બર : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 22 નવેમ્બરથી પર્થમાં શરૂ થઈ રહી છે. આજે આ મેચનો બીજો દિવસ છે. આ મેચમાં ભારતીય ટીમ તેની પ્રથમ ઇનિંગમાં 150 રન સુધી જ સિમિત રહી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયા 104 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતને પ્રથમ દાવમાં 46 રનની લીડ મળી છે.
ઓસ્ટ્રેલિયાની છેલ્લી વિકેટ મિચેલ સ્ટાર્કના રૂપમાં પડી, જે 26 રન બનાવીને હર્ષિત રાણાના બોલ પર રિષભ પંતના હાથે કેચ આઉટ થયો હતો. જસપ્રીત બુમરાહે ભારત માટે પ્રથમ દાવમાં સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. હર્ષિત રાણાને ત્રણ સફળતા મળી હતી જ્યારે મોહમ્મદ સિરાજને બે સફળતા મળી હતી.
આ પણ વાંચો :- PM મોદીને મળશે વિશ્વ શાંતિ પુરસ્કાર, અમેરિકાની આ સંસ્થાએ કરી જાહેરાત