ટોપ ન્યૂઝનેશનલહેલ્થ

ભારતમાં મંકીપોક્સનો પ્રથમ કેસ આવ્યો સામે, UAEથી કેરળ આવેલી વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ

Text To Speech

ભારતમાં મંકીપોક્સનો પ્રથમ કેસ ગત રોજ એટલે કે બુધવારે કેરળમાં નોંધાયો છે. UAEથી ત્રણ દિવસ પહેલાં કેરળ પરત ફરેલાં એક વ્યક્તિને મંકીપોક્સના લક્ષણો દેખાતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ તેના સેમ્પલને પુનેની નેશનલ ઈન્સ્ટિ્યુટ ઓફ વાયરોલોજીમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા.

UAEથી કેરળ આવેલી વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ

કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીના જ્યોર્જે કહ્યું કે, મંકીપોક્સનો પોઝિટિવ રિપોર્ટ નોંધાયો છે. આ વ્યક્તિ UAEથી 12 જુલાઈના રોજ પરત ફર્યો હતો. દર્દી વિદેશમાં મંકીપોક્સના પેશન્ટના સંપર્કમાં હતો. ત્યારે દર્દીના સંપર્કમાં આવેલાં તેનાં માતા-પિતા, ટેક્સી-ડ્રાઈવર, ઓટો-ડ્રાઈવર સહિત ફ્લાઈટમાં સાથે આવેલા 11 યાત્રિકની પણ તપાસ કરવામાં આવશે. આ પહેલાં પશ્ચિમ બંગાળના કોલકાતામાં પણ મંકીપોક્સનો સંદિગ્ધ મામલો સામે આવ્યો હતો, જોકે બાદમાં તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

દેશનો પ્રથમ મંકીપોક્સનો કેસ સામે આવતાં કેન્દ્ર સરકાર પણ એક્ટિવ થઈ ગઈ છે અને કેન્દ્ર દ્વારા એક હાઈ લેવલની હેલ્થ ટીમને કેરળ મોકલવામાં આવી છે.

 

મંકીપોક્સના લક્ષણો
-આખા શરીર પર લાલ રંગના ચકામા
-નિમોનિયા
-માથામાં તીવ્ર દુઃખાવો
-માંસપેશીઓમાં દુઃખાવો
-ઠંડી લાગવી-અત્યંત થાક લાગવો
-તાવ આવવો
-શરીરમાં સોજા આવવા

સંક્રમણથી બચવા માટેના ઉપાય
સંક્રમિત જાનવરોના સંપર્કમાં આવવાથી બચો, બીમાર જાનવરો અને માણસોથી દૂર રહેવું, સંક્રમિત દર્દીઓને અલગ રૂમમાં રાખવા, સાફ-સફાઈ પર વિશેષ ધ્યાન આપવું અને હંમેશા PPE કિટનો ઉપયોગ કરવો.

Back to top button