ધર્મ

હોલિકા દહનની રાત્રે કરો પૂજા, સંકટમોચન દૂર કરશે સંકટ

Text To Speech

ફાગણ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ હોળીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વખતે હોળી સોમવારે 6 માર્ચે ઉજવવામાં આવશે. બીજા દિવસે ધૂળેટી રંગોત્સવની ઉજવણી કરવામાં આવશે. હોલિકા દહન અને ધૂળેટીનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે હોલિકા દહનની રાત્રે ખાસ કરીને ભગવાન હનુમાનજીની પૂજા કરવાથી જીવનના તમામ કષ્ટ દૂર થાય છે. હોળીના દિવસે હનુમાનજીને પૂર્ણ ભક્તિથી પૂજા-અર્ચના કરવાથી મનોકામના સિદ્ધ થાય છે. તો આવો જાણીએ કે હોળીના દિવસે હનુમાનજીની કેવી રીતે પૂજા કરવી જોઈએ જેથી તેમની કૃપા પ્રાપ્ત થાય.

હોળીના દિવસે આ રીતે કરો હનુમાનજીની પૂજા : તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવા વર્ષના રાજા અને મંત્રી બંને મંગળ છે અને મંગળના કારક હનુમાનજી છે. તેથી જો હોલિકા દહનની રાત્રે ભક્તો હનુમાનજીની પૂજા સાથે કેટલાક ખાસ ઉપાય કરે તો તે શુભ અને ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી દરેક કામ પૂર્ણ થાય છે.

મંદિરમાં જાઓ : તમને જણાવી દઈએ કે હોલિકા દહનની રાત્રે હનુમાનજીની પૂજા કરતા પહેલા પૂજા પહેલા સ્નાન કરો અને તેના પછી હનુમાન મંદિર અથવા ઘરમાં જ સ્નાન કરી પૂજા કરો.

શું અર્પણ કરશો : હનુમાનજીની પૂજા દરમિયાન સંકટ મોચનને સિંદૂર, ચમેલીનું તેલ, ફૂલનો હાર, પ્રસાદ અને ચોલા ચઢાવો અને પછી તેમની સામે ઘીનો દીવો કરો. પૂજા કર્યા પછી, હનુમાન ચાલીસા અને બજરંગ બાણનો પાઠ કર્યા પછી, અંતે હનુમાનજીની આરતી કરો.

લાલ અને પીળા ફૂલો અર્પણ કરો : આ દિવસે પૂજા દરમિયાન હનુમાનજીને લાલ અને પીળા ફૂલ ચઢાવો. તમે દરેક પ્રકારની આર્થિક સંકડામણોમાંથી છુટકારો મેળવશો. દરેક પ્રકારની પરેશાનીઓનો દૂર થાય છે. હોલિકા દહનની રાત્રે હનુમાનજીની પૂજાનું વિશેષ મહત્વ છે.

હનુમાન ચાલીસાના ફાયદા : એવું માનવામાં આવે છે કે આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. આ સાથે મનમાં નવી ઉર્જા આવે છે જ્યારે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો, ત્યારે પૂજા દરમિયાન હનુમાનજીની મૂર્તિ પર લાલ ચંદનનો લેપ લગાવવાનું ભૂલશો નહીં.

Back to top button