ટ્રેન્ડિંગધર્મ
25 ડિસેમ્બરે તુલસી પુજન જરૂરથી કરજો, જાણો તેનાથી શું થશે ફાયદા?
હિન્દુધર્મમાં તુલસી પુજનની પરંપરા પૌરાણિક કાળથી ચાલી આવે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં 25 ડિસેમ્બરને તુલસી પુજન દિવસ મનાવવાની પરંપરા છે. આ પ્રથાની શરૂઆત 2014થી થઇ હતી. આ દરમિયાન દેશના કેટલાય કેન્દ્રીય પ્રધાન અને સંતોએ તુલસી પુજનનું મહત્ત્વ સોશિયલ પ્લેટફોર્મ પર જણાવ્યુ હતુ. ત્યારથી 25 ડિસેમ્બર તુલસી પુજન તરીકે મનાવાય છે.
શું છે ધાર્મિક મહત્ત્વ
- ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસી પૂજાનું ખૂબ મહત્વ છે. માન્યતા અનુસાર આ દિવસે તુલસીની પૂજા કરવાથી આર્થિક સમૃદ્ધિ આવે છે.
- તુલસીમાં માતામાં લક્ષ્મીનો વાસ હોય છે. તુલસીની પૂજા કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે.
- તુલસી ભગવાન વિષ્ણુને પણ વધુ પ્રિય છે. એટલા માટે એવું માનવામાં આવે છે કે તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પણ પ્રસન્ન થાય છે.
- સવારે અને સાંજે નિયમિત રીતે તુલસીની પૂજા કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. જેના કારણે આર્થિક સમસ્યાનો અંત આવે છે.
- વાસ્તુ શાસ્ત્ર અનુસાર તુલસીને ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. તેને ઘરમાં લગાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે. તેને ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં લગાવવું ફાયદાકારક કહેવાય છે. ઘરમાં રામા તુલસી રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
- ઘરના આંગણામાં તુલસીનો છોડ લગાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ છોડ લગાવવાથી ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહે છે અને આર્થિક સમૃદ્ધિ પણ આવે છે.
- પૂજામાં તુલસીનું ઘણું મહત્વ છે. પૂજામાં ભગવાનને ચઢાવવામાં આવતા ભોગમાં તુલસીના પાન મૂકવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી ભોગનું મહત્વ અનેકગણું વધી જાય છે.
- તુલસીનો ઔષધીય સ્વરૂપમાં પણ ઘણો ઉપયોગ થાય છે. તુલસીનો ઉપયોગ આયુર્વેદમાં દવાઓ બનાવવામાં પણ થાય છે.
- તુલસીના પુજનથી ખરાબ વિચારોનો નાશ થાય છે. અનેક રોગો નષ્ટ થાય છે. સારુ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. તુલસી પુજન મોક્ષના દ્વાર ખોલે છે.
કેવી રીતે કરશો તુલસીજીનું પૂજન
સવારે વહેલા ઉઠીને સ્નાન કરો. તુલસીને જળ અર્પણ કરો. સિંદુર લગાવો અને ફુલ ચઢાવો. ધુપ, દીપથી તુલસીનું પુજન કરો. પુજા બાદ તુલસીની માળાનો જાપ કરો. તુલસીના નામના ઉચ્ચારણથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. મનુષ્યના તમામ પાપો નષ્ટ થાય છે.