પેપરલીક, પોલીસ સ્ટ્રીક : સત્યાગ્રહ છાવણી પોલીસ છાવણીમાં ફેરવાઇ
રવિવારના દિવસે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થઈ ગયા બાદ સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અલગ અલગ જિલ્લાઓમાં ચક્કાજામ અને બસને નાની-મોટી તોડફોડના બનાવ બન્યા હતા. તેને ધ્યાનમાં રાખતા ગાઈકલથી જ કર્મયોગી ભવન ખાતે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : ગુજરાતના 9.50 લાખ યુવાઓનું ભવિષ્ય ઉજાડનાર કોણ છે, જાણો વિગત
ગઇકાલના વિદ્યાર્થીઓના રોષને જોતાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કર્મયોગી ભવન ખાતે સુરક્ષા યથાવત રાખવામાં આવી છે. ઉમેદવારો ગાંધીનગર આવીને સરકાર સામે પોતાનો અવાજ ઉઠાવી ન શકે તેને ધ્યાનમાં રાખતા સત્યાગ્રહ છાવણીને પોલીસ છાવણી બનાવી દેવામાં આવી છે એટલે કોઈ ઉમેદવાર ત્યા આવી વિરોધ પ્રદર્શન કે આંદોલન ન કરે.
આ પણ વાંચો : ATS દ્વારા પેપર લીક મામલે મોટી કાર્યવાહી, 16 આરોપીઓના નામ કર્યા જાહેર
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના કોઈ પણ મંત્રી કે ધારાસભ્ય દ્વારા હજી સુધી જાહેરમાં આવી આ બાબતે કોઈ પણ પ્રકારનું નિવેદન કે કડક સજા કરવાની વાત કરવામાં આવી નથી, ત્યારે વિદ્યાર્થીઓના અવાજને પણ ક્યાંક દબાવી દેવાની અહી યોજના બનાવી દેવાઈ છે જેથી કોઈ સત્યગ્રહ છાવણી કે કર્મયોગી ભવન સુધી જઇ ન શકે.