અમદાવાદમાં લોકોની જીવનશૈલી બદલાઇ, મોંઘા ઘરની ખરીદી વધી
- મીડ અને પ્રીમિયમ કેટેગરીમાં વેચાણની ટકાવારી વધી
- જીવનશૈલીમાં આવેલા બદલાવની અસર પ્રોપર્ટી માર્કેટ પર
- એફેર્ડેબલ હાઉસિંગ સેગ્મેન્ટમાં વેચાણની ટકાવારી ઘટી
અમદાવાદમાં લોકોની જીવનશૈલી બદલાઇ રહી છે. જેમાં હવે મોંઘા ઘરની ખરીદી વધી છે. તેમાં અમદાવાદીઓને મોંઘા ઘર પસંદ આવી રહ્યા છે. તેથી રૂ.1 કરોડથી વધુના ઘરનું વેચાણ વધ્યું છે. શહેરમાં કુલ વેચાણમાં એફેર્ડેબલ હાઉસિંગના વેચાણની ટકાવારી ઘટી છે.
આ પણ વાંચો: મહિલાએ મહેસાણામાં ભૂરા કલરના બાળકને જન્મ આપતાં સૌ કોઈ ચોંકી ગયા
એફેર્ડેબલ હાઉસિંગ સેગ્મેન્ટમાં વેચાણની ટકાવારી ઘટી
લોકોની જીવનશૈલી બદલાવની અસર રહેણાંક પ્રોપર્ટી માર્કેટ પર પણ જોવા મળી છે. આશ્ચર્યજનક રીતે એફેર્ડેબલ હાઉસિંગ સેગ્મેન્ટમાં વેચાણની ટકાવારી ઘટી છે. લોકોની જીવનશૈલીમાં આવેલા બદલાવની અસર રહેણાંક પ્રોપર્ટી માર્કેટ પર પણ જોવા મળી રહી છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નાઈટફ્રેન્કના જાહેર થયેલા અર્ધવાર્ષિક રીપોર્ટ (જાન્યુઆરી-જૂન) મુજબ અમદાવાદમાં વિતેલા 6 મહિનામાં મકાનોના કુલ વેચાણમાં રૂ. 1 કરોડ કે તેનાથી વધારેની કિંમતના ઘરનો વેચાણ ગત વર્ષની સરખામણીએ વધ્યું છે. વિતેલા ત્રણ વર્ષમાં પ્રીમિયમ કેટેગરીના વેચાણમાં 4% જેવો વધારો થયો છે.
આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં ચોમાસાથી રોગચાળો વકર્યો, હોસ્પિટલોમાં દર્દીઓનો ઘસારો
મીડ અને પ્રીમિયમ કેટેગરીમાં વેચાણની ટકાવારી વધી
આશ્ચર્યજનક રીતે એફેર્ડેબલ હાઉસિંગ સેગ્મેન્ટમાં વેચાણની ટકાવારી ઘટી છે અને મીડ અને પ્રીમિયમ કેટેગરીમાં વેચાણની ટકાવારી વધી છે. મીડ સેગ્મેન્ટમાં 2022માં અર્ધવાર્ષિક ધોરણે 28% વેચાણ હતું તેની સામે 2023માં33% થયું છે. તેવી જ રીતે મીડ સેગ્મેન્ટમાં વેચાણ 62%થી ઘટી 55% થયું છે. જોકે, અમદાવાદમાં ઓવરઓલ રેસિડેન્શીયલ પ્રોપર્ટીનું વેચાણ નજીવું ઘટયું છે. કોરોના મહામારી બાદ લોકોની જીવનશૈલીમાં ઘણો જ બદલાવ આવ્યો છે. જે લોકો નાના ઘરોમાં રહેતા હતા તેઓ હવે મોટા ઘરમાં શિફ્ટ થયા છે અને થઇ રહ્યા છે. આ ઉપરાંત ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાંથી અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં સ્થળાંતર વધ્યું છે. આ બધાના કારણે અમદાવાદમાં પાછલા 2-3 વર્ષોમાં ઘરોની માગ વધી છે.