ટ્રેન્ડિંગમનોરંજન

‘આદિપુરુષ’ રિલિઝ થતા લોકોના ઉત્સાહ પર ફરી વળ્યું પાણી, હનુમાનજીના ડાયલોગ પર લોકો નારાજ

તેલુગુ સુપરસ્ટાર પ્રભાસની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘આદિપુરુષ’ લાંબી પ્રતીક્ષા પછી, રામાયણથી પ્રેરિત ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થતા જ દુનિયાભરના સિનેમાઘરોમાં છવાઈ ગઈ છે. ઓમ રાઉત દ્વારા નિર્દેશિત, પ્રભાસ, કૃતિ સેનન, સૈફ અલી ખાનને દર્શાવતી આ ફિલ્મ, તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડમાં 2D અને 3Dમાં આજ રોજ 16 જૂન 2023ના થિયેટરમાં રિલીઝ કરવામાં આવી છે ત્યારે આ મૂવીને લઈને લોકોમાં ભરપુર ઉત્સાહ જોવા મળી રહ્યી છે.

લોકોએ આ અભિપ્રાય આપ્યા

આદિપુરુષ તેના પોસ્ટરથી લઈને એડવાન્સ બુકિંગ સુધી દરેક રીતે ચર્ચામાં રહી છે. દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે આદિપુરુષને જોયા બાદ સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ ફિલ્મ વિશે પોતાનો અભિપ્રાય આપ્યો છે. ઘણા લોકોએ ફિલ્મના વખાણ કર્યા છે તો કેટલાકે તેને ડાયલોગથી લઈને VFX સુધી ખૂબ જ નબળી ગણાવી છે.

“કપડા તેરે બાપ કા, ટેલ તેરે બાપ કા…”

આ ફિલ્મને લઈને લોકોએ દિલ ખોલીને તારીફ તેમજ બુરાઈ પણ કરી છે. ત્યારે ફિલ્મમાં હનુમાનજી દ્વારા બોલાયેલ એક સંવાદનો “કપડા તેરે બાપ કા, ટેલ તેરે બાપ કા…” ખુબ મજાક ઉડાડતા સોશિયલ મીડિયા પર યુઝર્સે આ સંવાદ પર પ્રતિક્રિયા આપી છે.

આજ રોજ પ્રથમ શો સમાપ્ત થયો છે, નેટીઝન્સ ફિલ્મ વિશે તેમના અભિપ્રાય શેર કરવા માટે ઝડપી હતા. 500 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. આવો જાણીએ લોકોનું આ ફિલ્મ પર શું કહેવું છે.

ફિલ્મ સમીક્ષક વિશ્વજિત પાટીલે લખ્યું, “#આદિપુરુષ સમીક્ષા: નિરાશ. #આદિપુરુષ એક રાજા-કદની નિરાશા છે… ખરાબ VFX, સામગ્રી પર ઓછી [પહેલા હાફ નોઝિડિવ્સ]… #આદિપુરુષ ગેમ ચેન્જર બની શક્યા હોત, પરંતુ, અફસોસ, તે ચૂકી ગયો. તક… બધા ગ્લોસ, કોઈ આત્મા. # પ્રભાસનું સૌથી ખરાબ પ્રદર્શન.”

બીજી તરફ, ફિલ્મ ટ્રેડ વિશ્લેષક સુમિત કડેલે જણાવ્યું હતું કે આદિપુરુષ રામાયણનું તેના સંપૂર્ણ મહિમા અને પવિત્રતામાં એક સુંદર પ્રદર્શન છે. “નિર્દેશકએ એલિવેશન દ્રશ્યો દ્વારા ફ્રન્ટેડ ટોપ નોચ વિઝ્યુઅલ [કેટલાક VFX ભાગો મુશ્કેલ લાગે છે] સાથે એક સ્પેક્ટેકલ બનાવ્યું જે પ્રેક્ષકો તરફથી ઇલેક્ટ્રિફાઇંગ પ્રતિસાદ મેળવશે,” તેમણે ટ્વિટ કર્યું.

આ પણ વાંચો:‘આદિપુરુષ’ના ગીત ‘રામ સિયા રામ’ને યુટ્યુબ પર એક કલાકમાં આટલા મળ્યા વ્યુઝ…

Back to top button