અમેરિકા વિઝા ધરાવતા લોકોને પડશે મુશકેલી: સરકારે વિઝા રિન્યૂ કરવાના નિયમોમાં કર્યો મોટો બદલાવ


અમેરિકા, 15 ફેબ્રુઆરી; 2025: જે ભારતીયો પહેલા વિઝા ઇન્ટરવ્યૂ આપ્યા વિના સરળતાથી યુએસ વિઝા મેળવી લેતા હતા તેમના માટે ખરાબ સમાચાર છે. હવે એક નવો નિયમ વિઝાને લઈને પણ લેવાયો છે. જે હેઠળ જે ભારતીયોને પહેલાં ઇન્ટરવ્યુ વિના સરળતાથી અમેરિકાના વિઝા મળી જતા, તેવા લોકો માટે હવે માઠાં સમાચાર સામે આવ્યા છે. અમેરિકાએ ‘વિઝા ઇન્ટરવ્યુ વેવર’ એટલે વિઝા ઇન્ટરવ્યુમાં છૂટ માટે યોગ્યતાના માપદંડમાં મોટો ફેરફાર કર્યો છે.
કેટલાક લોકો માટે અમેરિકાના વિઝા મેળવવાનું સરળ હતું. આમાં એવા લોકોનો સમાવેશ થતો હતો જેમને પહેલાથી જ વિઝા આપવામાં આવ્યા હતા, પરંતુ તેની મુદત પૂરી થઈ ગઈ હતી. આવા લોકો વિઝા ઇન્ટરવ્યૂ આપ્યા વિના સરળતાથી અમેરિકન વિઝા મેળવી શકતા હતા. પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. વિઝા ઇન્ટરવ્યુ વેવર’એ ‘ડ્રોપબોક્સ’ સુવિધા રૂપે પણ ઓળખાય છે, જેના માટેના નિયમ હવે કડક કરી દેવાયા છે. નવા નિયમ અત્યારથી જ લાગુ કરી દેવાયા છે જેની અસર H1B અને B1/B2 વિઝા હોલ્ડર્સ સહિત અનેક લોકોને થશે.
જાણો ફેરફાર વિશે ?
હવે ફક્ત એવા લોકોને જ ડ્રોપબોક્સનો ઉપયોગ કરવાની તક મળશે, જેના વિઝા ગત 12 મહિનામાં એક્સપાયર થયા છે અને તે પહેલાંની જ કેટેગરીમાં વિઝા રિન્યુ કરાવવા ઈચ્છે છે. પહેલાં આ સીમા 48 મહિના હતી. આ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. પરંતુ, ધ નેશનલ લૉ રિવ્યુ અનુસાર વિઝા એપ્લીકેશન સેન્ટર (VAC) નવા નિયમ લાગુ કરવા લાગ્યાં છે અને જે લોકો આ નિયમોનું પાલન નહીં કરે, તેમને પરત મોકલી દેવામાં આવશે.
અમેરિકાએ વિઝા પોલિસીમાં કરેલા ફેરફારથી જે લોકો અમેરિકા જવા માટે વિઝા રિન્યુ થવાની રાહ જોઈ રહ્યા છે તેમનું પ્લાનિંગ ખોરવાઈ જશે. જેના વિઝા 12 મહિના પહેલાં ખતમ થઈ ગયાં છે, તેમને ઇન્ટરવ્યુ માટે એપોઇન્ટમેન્ટ લેવી પડશે.
આ પણ વાંચો..ગેરકાયદે પ્રવાસી ભારતીયોને લઈને રાજકારણ ગરમાયું! પંજાબને બદનામ કરવાનો CM માનનો કેન્દ્ર પર આરોપ