અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

પાસપોર્ટ વેરિફિકેશન માટે લોકોને હવે પોલીસ મથકે નહીં જવું પડે, પોલીસ પણ ઘરે નહીં આવે

Text To Speech

અમદાવાદ, 22 નવેમ્બરઃ (Passport Verification)ગુજરાતમાં પાસપોર્ટના અરજદારોએ હવે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. તેમજ વેરિફિકેશન માટે પોલીસ પણ અરજદારના ઘરે નહીં જઈ શકે. દિવાળી બાદ પાસપોર્ટના વેરિફિકેશનની પ્રક્રિયામાં સુધારાો કરવામાં આવ્યો છે.(Passport Application)રાજ્યના કાયદા વિભાગના પોલીસ નિર્દેશક દ્વારા એક પરિપત્ર કરીને પોલસ સ્ટેશનોમાં આ મુદ્દે જાણ કરવામાં આવી છે. (Gujarat Police)પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં આ સુધારો કરાયા બાદ હવે પાસપોર્ટ અરજદારોને મોટી રાહત મળશે.

ખાસ કિસ્સામાં જ ઘરે જઈને વેરિફિકેશન કરી શકાશે
ગુજરાતના કાયદા વિભાગના પોલીસ મહાનિર્દેશક દ્વારા ગઈકાલે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે, પાસપોર્ટના અરજદારોને વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશનમાં બોલાવવાની કોઈ જરૂર રહેતી નથી. આ માટે અરજદારની નાગરિકતા તેમજ પૂર્વ ગુનાઈક ઈતિહાસની ચકાસણી કરવાની રહેશે. તે ઉપરાંત પોલીસે અરજદારના સરનામાની ચકાસણી કરવાની પણ જરૂર હવે નથી. પરંતુ જો કોઈ કિસ્સામાં પોલીસને લાગે કે અરજદારના રહેણાંક સરનામાની તપાસ જરૂરી છે તેવા કિસ્સામાં પોલીસ અરજદારના ઘરે આવીને વેરિફિકેશન કરી શકશે.

2018માં ગુજરાત પોલીસને આ અંગે જાણ કરાઈ હતી
અગાઉ સુરતના એક જાગૃતિ નાગરિક સંજય ઈઝાવાએ પાસપોર્ટ ઓફિસ અને પોલીસ કમિશ્નર કચેરીમાં આ સંદર્ભે માહિતી અધિકારના કાયદા હેઠળ માહિતી માંગી હતી. તેના જવાબમાં વિભાગ દ્વારા જણાવાયું હતું કે, 20 નવેમ્બર 2018ના રોજ પ્રાદેશિક પાસપોર્ટ કાર્યાલય અમદાવાદ દ્વારા ગુજરાત પોલીસને એક સ્પષ્ટતા મોકલાઈ હતી. જેમાં પોલીસે ફક્ત અરજદારની રાષ્ટ્રીયતા અને ક્રિમિનલ કેસ અંગેની તાપસ કરવાની હોય છે. અરજદારની ઓળખ અંગે પાસપોર્ટ કચેરી-પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર દ્વારા ચકાસણી કરાતી હોવાથી આ અંગેનું કોઈ કામ પોલીસને કરવાનું રહેતુ નથી.

આ પણ વાંચોઃ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી ગ્રીન ઈકોનોમી બનશે મજબૂત

Back to top button