નવા વર્ષમાં હાડથીજવતી ઠંડીનો કરવો પડશે સામનો, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
રાજ્યમાં ઠંડીનો પારો ગગડતા અનેક શહેરોમાં કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે કેટલીક જગ્યાએ બેવડીઋતુનો અહેસાસ પણ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ધીરે ધીરે ઠંડીનુ જોર વધી રહ્યું છે. કચ્છ ,નલિયામાં લોકો કાતિલ ઠંડીથી ઠૂંઠવાયા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે ફરી એક વાર ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે.
આગામી દિવસોમાં કકડતી ઠંડી પડશે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે નવા વર્ષમાં હાડથીજવતી ઠંડી પડશે. જેથી હવામાનની આગાહી પ્રમાણે આગામી બે દિવસ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ગગડતા ઠંડી વધશે. અને જો અમદાવાદની વાત કરવામાં આવે તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં આગામી ચાર દિવસ લઘુતમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેશે. ત્રણ દિવસ સુધી ઠંડી વધી જશે ત્યારપછી લઘુતમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. આજથી ઠંડીનું જોર વધશે.
ગઈ કાલનું તાપમાન
ગઈ કાલે 12.6 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 14.4 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો થયો હતો. રાજકોટમાં ચાર દિવસમાં સરેરાશ લઘુતમ તાપમાન 7 ડિગ્રીથી વધીને 17 થયું છે. ગઈ કાલે ગુજરાતનાં મોટાભાગના શહેરમાં તાપમાન 14 ડિગ્રીથી વધારે હતુ.
આજે હવામાન કેવું રહેશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી રહેશે
અમરેલીમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે
ભાવનગરમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે.
ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી રહેશે.
કચ્છમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી રહેશે.
રાજકોટમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી રહેશે
સુરતમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેશે