ગુજરાત

આજે સૌથી લાંબા દિવસનો લોકોને અનુભવ થશે, જાણો કેમ

Text To Speech
  • વિવિધ આબોહવાનો અનુભવ સૂર્યના કિરણોના કારણે જોવા મળે છે
  • આવતીકાલ ગુરુવારથી દિવસો ટૂંકા, રાત્રી લાંબી થશે
  • સેકન્ડ-મિનિટનો તફાવતથી દિવસ-રાત્રિના સમયમાં ફેરફાર થાય છે

આજે વર્ષનો લાંબામાં લાંબો દિવસ છે. જેમાં ગુરુવારથી દિવસો ટૂંકા, રાત્રી લાંબી થશે. તેમજ સૂર્ય ઉત્તર તરફ ખસતા ઉત્તર ગોળાર્ધની દિવસની લંબાઈ વધતી જાય છે. સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત એકબીજાને છેદે છે. આજે બુધવારે લાંબામાં લાંબો દિવસનો લોકો અનુભવ કરશે.

આ પણ વાંચો: ગુજરાતના આ સાત જિલ્લામાં પીવાના પાણીનો કકળાટ વધ્યો

આવતીકાલ ગુરુવારથી દિવસો ટૂંકા, રાત્રી લાંબી થશે

સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. ભારતના લોકોએ માર્ચની તા.21મીએ દિવસ અને રાત સરખા હોવાનો અનુભવ કર્યો હતો. હવે આજે બુધવારે લાંબામાં લાંબો દિવસનો લોકો અનુભવ કરશે. ગુરુવાર તા.22મીથી ક્રમિક દિવસ ટૂંકો અને રાત્રિ લાંબી થતી જશે.

આ પણ વાંચો: અમદાવાદ: ઈન્સ્ટાગ્રામથી યુવાન સાથે પ્રેમ કરવો યુવતીને ભારે પડ્યો 

સેકન્ડ-મિનિટનો તફાવતથી દિવસ-રાત્રિના સમયમાં ફેરફાર થાય છે

સૂર્ય ઉત્તર તરફ ખસતો જતા ઉત્તર ગોળાર્ધની દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. તેના કારણે આજે લાંબામાં લાંબો દિવસ રહેશે. તા.22મી જૂનથી ક્રમિક રીતે દિવસ સેકન્ડના તફાવત પ્રમાણે ક્રમશઃ ટૂંકો અને રાત્રિ લાંબી થતી જોવા મળશે. ભારતમાં સૂર્યોદય-સૂર્યાસ્ત પ્રમાણે વિવિધ સ્થળોએ સેકન્ડ-મિનિટનો તફાવતથી ફેરફાર દિવસ-રાત્રિ જોવા મળશે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની સંભાવના

વિવિધ આબોહવાનો અનુભવ સૂર્યના કિરણોના કારણે જોવા મળે છે

21મી જૂન પછી સૂર્ય દક્ષિણ દિશા તરફ વળે છે તેથી તેને દક્ષિણાયાન કહેવામાં આવે છે. દિવસ-રાતની લંબાઈ ચંદ્રની દિશા ગતિ અને સૂર્ય તરફ પૃથ્વીનો ઝુકાવ અને સૂર્યને પરિભ્રમણ ગતિ વગેરે પરિબળો પર આધારિત હોય છે જે સતત બદલાતા રહે છે. પૃથ્વી પોતાની ધરી પર 23.5ને ખૂણે નમેલી હોય છે. પૃથ્વીનું માથું દક્ષિણ અને ઉત્તર તરફ નમેલું હોવાના કારણે પૃથ્વીવાસીઓને ગરમી અને ઠંડી વિવિધ આબોહવાનો અનુભવ સૂર્યના કિરણોના કારણે જોવા મળે છે.

Back to top button