ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

જે લોકો મોદી-યોગીને નથી સમજતા એમને કશું સમજાવવાનું રહેતું નથી, જાણો કોણે-શા માટે આવું કહ્યું?

  • ભાજપના સાંસદ મહેશ શર્માએ ચૂંટણી સભાને સંબોધતા કહ્યું કે, ‘જે લોકો મોદી-યોગીને પોતાના નથી માનતા, તેઓ પોતાના પિતાને પણ પોતાના નથી માનતા.’

બુલંદશહર, 17 એપ્રિલ: ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ગૌતમ બુદ્ધ નગરના સાંસદ મહેશ શર્માએ થોડા દિવસ પહેલા બુલંદશહરમાં એક ચૂંટણી સભાને સંબોધતા કહ્યું હતું કે જો કોઈ મોદી-યોગી કરતા બીજા કોઈને વધારે માને છે તો તે ગદ્દાર છે, જે લોકો મોદી-યોગીને પોતાના નથી માનતા તેઓ તેમના પિતાને પોતાના નથી માનતા. તેમના ભાષણનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ગયા શુક્રવારે મહેશ શર્માએ બુલંદશહેર જિલ્લાના ખુર્જામાં એક ખાનગી ફાર્મ હાઉસમાં ચૂંટણી રેલી દ્વારા તેમના વિરોધીઓ પર નિશાન સાધ્યું હતું. અહીં તેમણે કહ્યું, ‘જે લોકો મોદી-યોગીને પોતાના નથી માનતા, તેઓ પોતાના પિતાને પણ પોતાના નથી માનતા.’

મહેશ શર્માનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ

તેમણે કહ્યું કે જો કોઈ મોદી અને યોગી કરતાં બીજાને વધારે માને છે અને અને પોતાના માને છે તો તે દેશનો ગદ્દાર છે. તે દેશ અને રાજ્યનું કલ્યાણ નથી ઈચ્છ તો. મોદી અને યોગીએ આ દેશ અને રાજ્ય માટે ઘણું કર્યું છે… આ લોકો પોતાની વાત કરે છે, તેમને પૂછો કે તેઓ 20 વર્ષથી ક્યાં હતા, 15 વર્ષથી તેમના ચહેરા પણ દેખાતા ન હતા.

અહીં જૂઓ વીડિયો:

 

2014થી આ સીટ પર મહેશ શર્માનો કબજો

ગૌતમ બુદ્ધ નગર લોકસભા બેઠક પર ભાજપના મહેશ શર્મા, સપાના મહેન્દ્ર સિંહ નાગર અને બસપાના રાજેન્દ્ર સિંહ સોલંકી વચ્ચે મુકાબલો છે. બીજા તબક્કામાં ગૌતમ બુદ્ધ નગરમાં 26 એપ્રિલે ચૂંટણી યોજાશે. નોઈડા, દાદરી, જેવર, સિકંદરાબાદ અને ખુર્જા આ લોકસભાના વિધાનસભા ક્ષેત્ર છે. મહેશ શર્મા 2014થી આ બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

ગૌતમ બુદ્ધ નગરમાં 26મી એપ્રિલે મતદાન

ગયા મહિનાની શરૂઆતમાં ભાજપે મહેશ શર્માની ઉમેદવારીની જાહેરાત કરી હતી. લોકસભાની 543 બેઠકો માટે સાત તબક્કામાં મતદાન થશે, પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 102 બેઠકો પર મતદાન શરૂ થશે. ગૌતમ બુદ્ધ નગરમાં 26મી એપ્રિલે મતદાન થશે. 4 જૂને મતગણતરી થશે.

આ પણ વાંચો: આમિર ખાન વાયરલ વીડિયો જોઈ ભડક્યો, પોલીસ સ્ટેશન પહોંચી નોંધાવી ફરિયાદ

Back to top button