ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

અરેન્જ મેરેજ કરનારા લોકો આવક નહિ, આ સવાલોના જવાબ પૂછે

  • અરેન્જ મેરેજ કરનારા લોકો ઘણી વખત અસમંજસમાં હોય છે, કોઈ સાવ જ નવી વ્યક્તિ સાથે જીવનભરના બંધનમાં જોડાવું અઘરું તો છે જ, પરંતુ…

HD ન્યુઝ ડેસ્કઃ આજકાલ અરેન્જ મેરેજનું ભવિષ્ય ડામાડોળ થઈ રહ્યું છે. કોઈ પણ છોકરો કે છોકરી અજાણી વ્યક્તિ સાથે જીવન વીતાવવાનું મુશ્કેલ માની રહ્યા છે. આજે સોશિયલ મીડિયાના જમાનામાં લોકો એકબીજાના કોન્ટેક્ટમાં વધુ આવે છે. આવા સમયે લોકો કોઈ પણ વ્યક્તિ સાથે લગ્ન કરવા તૈયાર થતા નથી. લોકો આંખ બંધ કરીને એકબીજા પર વિશ્વાસ પણ કરી શકતા નથી. છોકરો અને છોકરી એરેન્જ મેરેજમાં એકબીજાને મળે ત્યારે એટલે કે મીટિંગ કરે ત્યારે કેટલાક સવાલો પૂછે છે, તેમાં એકાદ સવાલ તો આવક સંદર્ભનો હોય જ છે, પરંતુ ખરેખર જો તમે એકબીજા સાથે સમજદારીભર્યું અને સફળ લગ્નજીવન વીતાવવા ઈચ્છતા હોય તો અન્ય સવાલો કરતા આ સવાલોના જવાબ જાણો. તેના જવાબો પરથી જે તે વ્યક્તિનું વ્યક્તિત્વ જાણી શકશો.

તમારા માતાપિતાના લગ્ન જીવનમાં શું પસંદ અને શું નાપસંદ છે?

જ્યારે પણ તમે કોઈને અરેન્જ મેરેજ માટે મળો છો, ત્યારે તેને પૂછો કે તેને તેના પેરેન્ટ્સના લગ્નમાં શું ગમે છે અને શું નથી ગમતું. આનાથી બાળપણમાં થયેલા તેના ઉછેર વિશે જાણી શકાશે, જો કોઈ વ્યક્તિએ કોઈ આઘાત સહન કર્યો હશે તો તે પણ જાણી શકાશે.

લગ્ન પછી જવાબદારીઓ કેવી રીતે વહેંચશો?

જો તમે લગ્ન માટે કોઈને મળવા જઈ રહ્યા છો, તો લગ્ન પછીની જવાબદારીઓ વિશે ચોક્કસપણે પૂછો. જેમ કે જવાબદારીઓ એકબીજામાં કેવી રીતે વહેંચવામાં આવશે. આનાથી તમને સામેવાળી વ્યક્તિની માનસિકતા જાણવામાં મદદ મળશે.

અરેન્જ મેરેજ કરનારા લોકો આવક નહિ, આ સવાલોના જવાબ પૂછે hum dekhenge news

તમે શા માટે લગ્ન કરવા માંગો છો?

સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે તમે લગ્ન કેમ કરવા માંગો છો. જો તમે તમારા ભાવિ જીવનસાથીને એરેન્જ મેરેજ માટે મળી રહ્યા છો, તો ચોક્કસપણે આ પ્રશ્ન પૂછો. તે તમારા ભાવિ જીવનસાથીના વિચારને પ્રગટ કરશે. છોકરો ફક્ત સામાજિક દરજ્જા માટે લગ્ન કરવા માંગે છે કે પછી તેને જીવનસાથી અને તેના સાથની જરૂર છે.

ઘરમાં કોઈ સંઘર્ષ થશે તો તેનો સામનો કેવી રીતે કરશો?

એક જ બેઠકમાં વ્યક્તિના સમગ્ર સ્વભાવને સમજવો મુશ્કેલ છે, પરંતુ તેમ છતાં, કેટલાક પ્રશ્નો દ્વારા વ્યક્તિત્વના લક્ષણો જાણી શકાય છે. જેમ કે ઘરમાં કોઈની સાથે અણબનાવ થાય ત્યારે કેવી રીતે વ્યવહાર કરશો? આ પ્રશ્નો તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ભવિષ્યમાં ઉદ્ભવતા કોઈપણ મતભેદોને ઉકેલવા માટે પણ મહત્ત્વના છે.

તમે કેવા પ્રકારના લોકો સાથે જોડાણ અનુભવો છો?

આ પ્રશ્નનો જવાબ આપીને, તમે તમારી સામેની વ્યક્તિના વ્યક્તિત્વ, લાગણીઓ અને સંબંધની પેટર્ન જાણી શકો છો. ઉદાહરણ તરીકે, જો તેના કોઈ મિત્રો ન હોય અથવા લાગણીઓ વગરના મિત્રો હોય, તો તેની પર્સનાલિટીનો અંદાજ લગાવી શકાય છે.

આ પણ વાંચોઃ મલાઈકા સાથેના બ્રેકઅપ બાદ બોલ્યો અર્જુન કપૂર, સિંગલ રહેવું ખોટું નથી

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button