મૃતદેહને દફનાવવા આવ્યા હતા લોકો, પોતે જ માટી નીચે દટાયા, જૂઓ વીડિયો
- ઘટનાનો વીડિયો ચીનનો હોવાનું કહેવાય છે, જ્યાં મૃતદેહને દફનાવવા આવેલા લોકો માટી નીચે દટાઈ ગયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે
HD ન્યૂઝ ડેસ્ક, 4 મે: દરેક ધર્મમાં માણસના મૃત્યુ પછી લોકો તેમની વિધિ પ્રમાણે વિદાય આપતા હોય છે. હિંદુ ધર્મમાં મૃતદેહોને અગ્નિસંસ્કાર કરાવે છે, જ્યારે મુસ્લિ ધર્મમાં મૃતદેહોને દફનાવવાની પરંપરાને અનુસરવામાં આવે છે. ખ્રિસ્તીઓમાં પણ મૃતદેહને દફનાવવાનો રિવાજ છે. ચીનમાં પણ આવા જ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. આ પરંપરા સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જે ખરેખર લોકોના દિલને હચમચાવી દેશે.
મૃતદેહને દફનાવવા આવેલા લોકો જ દટાયા
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે મૃતદેહના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી છે. મૃતદેહને દફનાવવા માટે જેસીબી વડે માટી ખોદવામાં આવી છે. મૃતદેહને એક મોટા શબપેટીની અંદર મૂકવામાં આવે છે, એક કબરમાં ખોદીને તેની અંદર દિવાલમાં દફનાવવામાં આવે છે. 4-5 લોકો શબપેટીને દફનાવવાનું કામ પણ કરી રહ્યા છે. બે લોકો તે દિવાલને પ્લાસ્ટિકથી ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સમયે અચાનક કબરની ટોચ પરની માટી નીચે સરકે છે. જે દિવાલ બનાવવામાં આવી હતી તે પણ માટીની અંદર દટાઈ જાય છે. આ દુઃખદ ઘટનામાં કેટલાક જીવતા લોકો માટી નીચે દટાઈ જાય છે. આ ઘટના ચીનમાં બની હોવાનું કહેવાય છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે.
અહીં જૂઓ વાયરલ થઈ રહેલો વીડિયો:
Terrifying funeral accident pic.twitter.com/xWJXS1Ryde
— Crazy Clips (@crazyclipsonly) April 30, 2024
લોકોએ વીડિયો પર કોમેન્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું
વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર Crazy Clips નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. ઘણા લોકો આ વીડિયો ટિપ્પણી પણ કરી રહ્યા છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું – ખૂબ જ દુઃખદ, ભગવાન તેમની આત્માને શાંતિ આપે. બીજાએ લખ્યું- આ બેદરકારીનું પરિણામ છે, આવું થવું ખૂબ જ દુઃખદ છે. કોમેન્ટ કરતી વખતે અન્ય યુઝરે લખ્યું – “હે ભગવાન, કૃપા કરીને તેમને બચાવો.”
આ પણ વાંચો: શરદે પવારે ઉદ્ધવ ઠાકરેને કહ્યું, ”તિકડે બાહેર થામ્બા?” વીડિયો થયો વાયરલ