દિલજીત દોસાંઝને હોટલની બાલ્કનીમાંથી ફ્રીમાં કોન્સર્ટની મજા માણતા દેખાયા લોકો, પછી શું? જૂઓ વીડિયો


- ગુજરાતના ગાંધીનગરમાં યોજાયેલા દિલજીત દોસાંઝના કોન્સર્ટને રોકવામાં આવ્યો
ગાંધીનગર, 19 નવેમ્બર: દિલજીત દોસાંઝ ભારતના વિવિધ શહેરોમાં કોન્સર્ટ કરી રહ્યો છે. ગુજરાતના ગાંધીનગરમાં યોજાયેલા તેના કોન્સર્ટ દરમિયાન એક રમુજી ઘટના બની હતી. દિલજીત જ્યાં પરફોર્મ કરી રહ્યો હતો ત્યાં હોટલની બાલ્કનીમાંથી લોકો ટિકિટ વગર કોન્સર્ટ જોઈ રહ્યા હતા. જ્યારે તેના પર દિલજીતની નજર પડી ત્યારે તેણે કોન્સર્ટને અટકાવ્યો અને કહ્યું કે, હોટલવાળા ગેમ રમી ગયા. દિલજીતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જૂઓ વીડિયો
View this post on Instagram
હોટેલના લોકો ગેમ રમી ગયા: દિલજીત
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, દિલજીત સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યો છે. ત્યારે અચાનક તેની નજર હોટલની બાલ્કનીમાંથી જોઈ રહેલા લોકો પર પડે છે. દિલજિત શો અટકાવીને કહે છે કે, જેઓ હોટલની બાલ્કનીમાંથી જોઈ રહ્યા છે, તમારો તો ખૂબ સારો વ્યુ છે યાર. હોટલના લોકો ગેમ રમી ગયા. ટિકિટ વગર? આ પછી દિલજીત ફરી ગીત ગાવાનું શરૂ કરે છે.
કોન્સર્ટ કરતા મોંધી પડી હોટલ: લોકો
આ વીડિયો પર ઘણી કોમેન્ટ્સ આવી રહી છે. એકે લખ્યું કે, “તેઓએ ટિકિટ કરતાં વધુ પૈસા ચૂકવ્યા છે.” આના પર એકે જવાબ આપ્યો કે, “હા એ પણ સારું થયું, કોન્સર્ટ પછી અમે સીધા બેડ પર પડ્યા.” બીજાએ લખ્યું કે, “આગલી વખતે કોન્સર્ટ માટે હોટેલ બુક કરાવીશું.” અન્ય એકે લખ્યું છે, “પાજી, મોટું નુકસાન થયું છે.” એક કોમેન્ટ છે કે, “તે દિવસે હોટેલનું ભાડું એક લાખથી વધુ હતું.” અન્ય એક કોમેન્ટ છે કે, “ભાઈ ગુજરાતીઓ બિનજરૂરી ખર્ચ કરતા નથી.“