પહેલા પોતાના લગ્ન…: અભિષેક બચ્ચન ઓલિમ્પિકમાં એકલા દેખાતા લોકો આપવા લાગ્યા સલાહ
- અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય છેલ્લા કેટલાક સમયથી તેમના સંબંધોને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં
પેરિસ, 9 ઓગસ્ટ: બૉલીવુડ અભિનેતા અભિષેક બચ્ચન અને અભિનેત્રી ઐશ્વર્યા રાય છેલ્લા કેટલાક સમયથી તેમના સંબંધોને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. ઘણી વખત ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન જાહેરમાં અલગ-અલગ જોવા મળ્યા હતા, જેને જોઈને ચાહકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું હતું કે કદાચ ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચે બધુ બરાબર નથી. હવે અભિષેક બચ્ચને પેરિસ ઓલિમ્પિક 2024નો આનંદ માણતા તેની તસવીરો શેર કરી છે. આ તસવીરો જોઈને ફેન્સ અભિષેક બચ્ચનને સલાહ આપતા અને ઐશ્વર્યા રાય પર સવાલ ઉઠાવતા જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
અભિષેક બચ્ચને કઇં તસવીર પોસ્ટ કરી?
અભિષેક બચ્ચને શેર કરેલી તસવીરમાં તે હાથમાં દેશનો ધ્વજ લઈને પોઝ આપતા જોવા મળે છે. અભિષેક સફેદ ટી-શર્ટ સાથે પીળો શર્ટ અને બ્લુ જીન્સ પહેરેલા જોવા મળે છે. અભિષેકે આ તસવીર સાથે કેપ્શન લખ્યું કે, “પ્રતિનિધિત્વ!! #જયહિંદ #comeonIndia.” અભિષેકની આ તસવીર પર ફેન્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
સોશિયલ મીડિયા યુઝર્સ શું કહી રહ્યા છે?
અભિષેક બચ્ચનની તસવીર જોઈને ઘણા ફેન્સ પૂછી રહ્યા છે કે, ઐશ્વર્યા રાય ક્યાં છે? એક યુઝરે લખ્યું કે, “તમારી સાથે ઐશ્વર્યા રાયને જોઈને આનંદ થયો હોત.” તે જ સમયે અન્ય એક યુઝરે લખ્યું કે, પત્ની સાથે પેચ અપ કરો. તમે અહીં શું સમય બગાડી રહ્યા છો? એક અન્ય યુઝરે અભિષેકને પૂછ્યું કે, “ભાઈ, છૂટાછેડાની પુષ્ટિ થઈ છે કે માત્ર અફવાઓ? કૃપા કરીને થોડી સ્પષ્ટતા આપો.” વધુ એક યુઝરે અભિષેકને સલાહ આપી કે, “તે પહેલા પોતાના લગ્ન પર ધ્યાન આપે.“
ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી જ્યારે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય ઈવેન્ટ્સમાં એકલા જોવા મળ્યા હોય. ગયા મહિને મુંબઈમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય અલગ-અલગ પહોંચ્યા હતા. ઐશ્વર્યા રાય પોતાની દીકરી સાથે ફંક્શનમાં ભાગ લેવા માટે અલગથી આવી હતી. આ ફંક્શન પછી ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે અણબનાવના અહવાલ વધ્યા. જો કે, અભિષેક બચ્ચન અથવા ઐશ્વર્યા રાય તરફથી આ અહેવાલોની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
આ પણ જૂઓ: નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં જીત્યો સિલ્વર મેડલ, PM મોદીએ પાઠવ્યા અભિનંદન